અમારી કાર્ય પધ્ધતિ

આર્ટ ઓફ્ લિવિંગ- પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (પીએમયુ) એ આર્ટ ઓફ્ લિવિંગની ખાસ પ્રકારની એવી તકનીકી શાખા છે કે જે સામાજીક, આર્થિક અને પર્યાવરણને લગતી બાબતોના સર્વાંગી ઉપાયોનુ અમલિકરણ્ કરે છે. વિવિધ સ્ત્રોતના પુરક અને સમુદાયો વચ્ચે જોડતી કડી બની અને પરિવર્તન લાવવું એ અમારુ ધ્યેય છે. આ સઘળું અમારા સશક્તિકરણ, જવાબદારીની સભાનતા અને સ્થિરતા દ્વારા લાંબા સમય સુધી ધ્યેય-પ્રાપ્તિની અસર સર્જે છે.

 

સશક્તિકરણ ઘટક/મોડેલ

અમારો યુથ લીડરશિપ ટ્રેનીંગ પ્રોગ્રામ (YLTP) / યુવા નેત્રુત્વ તાલિમ્ શિબિર શિક્ષિત બેકાર અને પછાત યુવકો અને યુવતીઓનો સર્વાંગી વિકાસ કરી તેઓના સમાજના ઉત્થાન માટે તૈયાર કરે છે. તેઓ પરિવર્તન અને તે પામવામાં આવતા પડકારો  માટે સક્રિય 'હિમાયતી' બની જાય છે. અમે આ તાલિમબધ્ધ આગેવાનો સાથે કામ કરી તેમના  સમુદાયોનો  સંપૂર્ણ વિકાસ કરવામાં સહાયક બનીએ છીએ.

 

 

 

 

 

 

જવાબદારી નિર્વાહક ઘટક/મોડેલ

 

અમે આ પ્રોજેક્ટ-યોજના દરમિયાન સમયાંતરે થતી રહેતી નાણાંકિય લેવડ-દેવડ અને આગળ વધી રહેલી કામગીરીનો અહેવાલ સાથે સાથે બનાવતા જઈએ છીએ.

અમારી યોજના જ્યારે પુરી થવાના તબક્કે હોય ત્યારે મળેલા આર્થિક અનુદાનનો કેવી ઉપયોગ થયો હતો તેનો વિગતવાર અહેવાલ જવાબદારીપુર્વક અમે તૈયાર રાખીએ છીએ.

 

આ તબક્કા દરમિયાન અમે પૃથ્થકરણ અહેવાલ તૈયાર કરીએ છીએ. આ અહેવાલ યોજનાના વિસ્તારમાં અમારા  માર્ગદર્શનની જરુરિયાત અને અસરકારકતાનું  મૂલ્યાંકન નક્કી કરે છે.

જેના આધારે અમે આગામી પ્રોજેક્ટને  સફળતમ બનાવવા અંગેના જરૂરી સૂચનો, સુધારાઓ અને સંભાવનાઓનું આકલન કરીએ છીએ.

 

 

 

વિકાસપુર્ણ સંવર્ધક ઘટક/મોડેલ

યોજના પુર્ણ થયા બાદ પણ અમારા આગેવાનો તેમના સમુદાય સાથે સતત માર્ગદર્શક બનીને જોડાયેલા રહે છે, જેને કારણે લાંબા સમય બાદ પણ યોજનાનું અમલીકરણ અસરકારક બની રહે  છે.