પરિચય

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપના ૧૯૮૧માં પરમપૂજ્ય શ્રીશ્રી રવિશંકરજી દ્વારા શૈક્ષણિક અને સામાજીક વિકાસની પ્રવ્રુતિઓ માટે કરવામાં આવી, જે આજે ઘણાં વિશ્વવ્યાપી સેવાકાર્યો અને તનાવમુક્તિ માટેની શિબીરો દ્વારા જગકલ્યાણનાં કાર્યો અવિરતપણે કરી રહી છે.  આજ સુધીમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ૧૫૨ - એકસો ને બાવન-દેશોમાં રહેતા આશરે ૩૭૦ લાખ લોકોની જિંદગીમાં સકારાત્મક પરિવર્તન લાવી ચુકી છે.

 

દરેક પ્રવ્રુતિઓ  શ્રીશ્રીના માર્ગદર્શન હેઠળ શાંતિના સંદેશ ફેલાવી રહી છે.  જ્યાં સુધી આપની પાસે તનાવમુક્ત મન અને ચિંતામુક્ત સમાજ ન હોય ત્યાં સુધી વિશ્વ શાંતિ પ્રાપ્ત થવી અસંભવ છે.

 તનાવમુક્તિ અને આંતરિક શાંતિના અનુભવ માટે આર્ટ ઓફ લિવિંગ શિબીરોમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ, યોગ , ધ્યાન વગેરે શીખવાડવામાં આવેછે. લાખો લોકોને દુનિયાભરમાં આ કાર્યક્રમોથી તનાવ, ડિપ્રેશન, હિંસાત્મક પ્રવ્રુતિઓ વગેરેમાંથી મુક્તિનો અનુભવ થયો છે.

 

આર્ટ ઓફ લિવિંગ પ્રવ્રુતિઓ શાંતિની સ્થાપના માટે દરેક જાતી, ધર્મ, વર્ગની વચ્ચે માનવીય મૂલ્યોને ઉજાગર કરતી પ્રવ્રુતિઓ કરે છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપ્ત લડાઈ-ઝઘડામાં સમાધાન, સશક્તિકરણ, ગામડાઓના સર્વાંગી વિકાસ, સ્ત્રી ઉત્થાન, કેદીઓનું માનસિક પરિવર્તન, સર્વશિક્ષા અભિયાન, શુધ્ધ પર્યાવરણની રચના વગેરે કાર્યક્રમોનો સમાવેશ થાય છે. 

 

SISTER ORGANISATION - અન્ય સહભાગી સંસ્થાઓ

આર્ટ ઓફ લિવિંગની અન્ય શાખાઓ પણ છે , જે તણાવમુક્ત અને હિંસામુક્ત સમાજના સંકલ્પ સાથે કાર્યરત છે. જેમ કે - ધ ઇંટરનેશનલ એસોસિયેશન ફોર વુમન વેલ્યુઝ. ( IAHV) , વેદ વિજ્ઞાન મહાપીઠ( V V M V P ) , શ્રીશ્રી રવિશંકર વિદ્યામંદિર ( SSRVM) , વ્યક્તિ વિકાસ કેન્દ્ર ભારત ( VVKI) , શ્રીશ્રી રૂરલ ડેવેલપમેંટ પ્રોગ્રામ ( S S R D P ) , શ્રીશ્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સ & ટેક્નોલોજી ટ્રસ્ટ ( SSIAST) વગેરે સંસ્થાઓ પણ આર્ટ ઓફ લિવિંગના સહયોગથી માનવીય ઉત્થાનના કાર્યોને વિશ્વમાં ફેલાવી રહી છે .

 

સંસ્થાનુ માળખું 

આર્ટ ઓફ લિવિંગ વિવિધ સ્તરે કાર્ય કરતી સંસ્થા છૅ અને દુનીયાભરની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય મુખ્યમથક ભારતના બેંગ્લુરુમાં  છે. વિશ્વસ્તરે આ સંસ્થા "આર્ટઓફલિવિંગ" નામથી ૧૯૮૯માં યુનાઇટેડસ્ટેટ્સ ઓફ અમેરિકા અને જર્મનીમાં શુરૂ થઈ. ત્યારથી દરેક જગ્યાએ તેની લોકલ સેંટર એટલે કે સ્થાનિક શાખાઓ શુરૂ થઈ . આર્ટ ઓફ લિવિંગના સંસ્થાકીય માળખામાં બોર્ડ ઓફ ટ્રૂસ્ટીઝ બે વર્ષીય મુદત માટે કાર્ય કરે છે. ૨/૩ ટ્રસ્ટીઓ દર બે વર્ષે બદલવામાં આવે છે .  નવા બોર્ડનાં નવા વ્યક્તિઓના નામોની પસંદગી અને તેમની નિયુક્તિ આર્ટ ઓફ લિવિંગના તમામ શિક્ષકો તથા અગાઉ બનેલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે . ઍડવાઈઝરી બૉર્ડની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. જે સંસ્થાને માર્ગદર્શન આપે છે ,તથા પ્રવ્રુતિઓ  પર નિયમન પણ રાખે છે . ખર્ચાઓ સિવાય કોઈપણ ટ્રસ્ટીને પગારના રૂપમાં કશું પણ આપવામા આવતું નથી . આર્ટ ઓફ લિવિંગ કાર્યક્રમોથી માનવીય સેવાકાર્યોને સીધો લાભ મળે છે . આર્ટ ઓફ લિવિંગ પબ્લિકેશન અને આયુર્વેદ પ્રૉડક્ટ દ્વારા પ્રાપ્ત થતી આવકને સામાજીક સેવાઓમાં વાપરવામાં આવેછે . 

 

સભ્યપદ 

 * CONGO ( કાન્ફરેન્સ ઓફ NGO s ઇન કન્સલ્ટેટિવ સ્ટેટજ઼ીઝ વિથ ECOSOC ઓફ ધ યુનાઇટેડ નેશન્સ )    જીનીવા અને ન્યૂ યોર ઇંટરનૅશનલ અલાઇંસ અગેન્સ્ટ હંગર .

 * યૂ એન મેંટલ હેલ્થ કમિટી અને યૂ એન કમિટી ઓન એજિંગ, ન્યૂયોર્ક .

 * ઇંટરનૅશનલ યૂનિયન ફોર હેલ્થ પ્રમોશન એન એજયુકેશન, પેરિસ.

 * NGO ફોરમ ફોર હેલ્થ ,જીનીવા.

 

આર્ટ ઓફ લિવિંગ ડેનીઉજવણી 

 * હ્યૂમન વેલ્યૂઝ વીક ઇન લુસિયાના . ૨૩ફેબરૂ૨૦૦૭.

 * હ્યૂમન વેલ્યૂઝ વીક ઇન બાલ્ટિમોર . ૨૫માર્ચ - ૩૧માર્ચ, ૨૦૦૭.

 * હ્યૂમન વેલ્યૂઝ વીક ઇન કોલંબિયા , - માર્ચ -૨૦૦૭.

 * આર્ટ ઓફ લિવિંગ ફાઉંડેશન ડે ઇન સાયરેકયુસ . ૭, મે૨૦૦૪.