ફરી ફરી થતો માથાનો દુખાવો(માઇગ્રેન) એ મજ્જાતંતુઓનો (ન્યુરોલૉજીકલ) વિકાર છે. જેમાં માથા ના દુખાવાની પુનરાવૃત્તિ થાય છે, મધ્યમ થી લઈને ઉચ્ચ તીવ્રતા સુધી. ખાસ કરીને તે માથાના અડધા ભાગને અસર કરે છે. જે બે કલાક થી લઈને બે દિવસ સુધી રહે છે. માઇગ્રેનના હુમલા હેઠળ, પીડિત વ્યક્તિ પ્રકાશ કે અવાજ પ્રત્યે ખૂબ સંવેદનશીલ બની શકે છે. આ રોગના અન્ય સામાન્ય લક્ષણો મુજબ કોઇ શારીરિક પ્રવૃત્તિના કારણે એમાં ઉલ્ટી, ઉબકા કે તેને લગતી પીડાની ઉત્તેજના થાય છે.
યૂ.કે. આધારિત ટ્રસ્ટ અનુસાર, યૂ.કે. માં લગભગ આઠ લાખ લોકો એકલા માઇગ્રેનથી પીડાય છે અને લગભગ ૦.૨ મિલિયન માઇગ્રેન હુમલા યૂ.કે. મા રોજિંદા થાય છે. તેવું માનવામાં આવે છે કે યુ.કે.માં માઇગ્રેન એ સૌથી સામાન્ય રીતે દેખા દેતી ન્યુરોલૉજીકલ સ્થિતિ છે... અરે અસ્થમા, વાઈ અને ડાયાબિટીસ ત્રણેથી પીડાતા લોકોના સરવાળો મળીને થાય એના કરતાં ય વધુ ત્યાં માઇગ્રેનના દર્દીઓ છે.
તેમાંથી બહાર આવવાનો માર્ગ શું છે?
જો તમે માઇગ્રેનના દુખવાથી વર્ષોથી પીડિત હોવ અથવા તાજેતરમાં માઇગ્રેનનું નિદાન થયું હોય, તો તમારી એ પીડા દૂર કરવા માટે દવા સિવાયના અન્ય માર્ગો છે. માથાના દુખાવા સાથે લડવા માટે ધમનીની શસ્ત્રક્રિયા, સ્નાયુઓની શસ્ત્રક્રિયા, માથાના પાછળના ભાગની નસમાં ઉત્તેજના, બોટોક્ષ, બેટા બ્લોકર્સ અને ઍંટી-ડિપ્રેસઍંટ્સ. આ બધી વિવિધ પધ્ધતિઓ છે. પણ ધ્યાન રાખો આ બધી પધ્ધતિઓ આડ અસર વગરની નથી. આમાંથી કોઈ પણ પધ્ધતિ માટેની પસંદગી જોખમ વધારી શકે છે. હાઇપર ટેન્શન, હ્રદયરોગના હુમલા, અનિંદ્રા અને ઉબકા જેવા રોગો થઇ શકે છે.
તો શરીરને નુકસાન પહોંચાડ્યા વગર શું માઇગ્રેનને દૂર કરવાનો કોઈ કુદરતી માર્ગ છે ખરો?
સદભાગ્યે જવાબ છે હા, યોગ.
બચાવ માટે યોગ છે!
યોગ એક પ્રાચીન પધ્ધતિ છે જે પરીપુર્ણ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે અને તે આસનો અને શ્વાસની પ્રક્રિયાઓનુ સંયોજન છે.. માઇગ્રેન સામે લડવા માટે યોગ આડઅસર વગરની પધ્ધતિ છે. રોજ થોડી મિનિટો માટે આ સરળ યોગાસનોની પ્રેક્ટિસ કરવાથી આવનારા માઇગ્રેનના હુમલાથી પોતાની જાતને વધુ સારી રીતે તૈયાર કરવા માટે તમને મદદ મળે છે.
હસ્તપાદાસાન
ઉભા રહીને આગળ ઝૂકવાથી તે મજ્જાતંત્રની સંરચનાને જોર આપે છે અને વધારે રક્તનો પુરવઠો પુરો પાડીને મનને પણ શાંત કરે છે.
સેતુબન્ધાસન
સેતુબન્ધાસન મગજ ને શાંત કરે છે અને ચિંતા ઓછી કરે છે.
શિશુઆસન
શિશુઆસન મજ્જાતંત્રને શાંત કરે છે અને અસરકારક રીતે દુખાવો ઓછો કરે છે..
માર્જરાસાન
માર્જરાસાન લોહીનું પરિભ્રમણ વધારે છે અને મનને શાંત પણ કરે છે.
પશ્ચિમોત્તાનાસન
બે પગ આગળ કરીને ઝૂકવાથી મગજને શાંતિ મળે છે અને તણાવ દૂર થાય છે.આ યોગાસનો પણ માથાનો દુખાવો દૂર કરવામાં.મદદ કરે છે.
અધોમુખશ્વાનાસાન
નીચું જોઈને માથુ ઝુકાવીને કરેલું આસન લોહીનું પરિભ્રમણ વધારે છે અને આ રીતે માથાનો દુખાવો દૂર કરે છે.
પદ્માસન
પદ્માસન મનને વિશ્રામ આપે છે અને માથાનો દુ:ખાવો દૂર કરે છે.
શવાસન
શવાસન ધ્યાનસ્થ આરામની સ્થિતિ આપીને શરીરમાં પુન: શક્તિસંચાર કરે છે.તમારા યોગાભ્યાસનો અંત શવાસનમા થોડી મિનિટો માટે આડા પડીને થવો જોઇએ.
માઇગ્રેનના હુમલાથી અસહ્ય પીડા થાય છે જે એક વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનને અસ્તવ્યસ્ત કરી શકે છે. તમારી આ પરિસ્થિતિ પરિવાર, મિત્રો અને સાથીદારોને સમજાવવાથી તમને નૈતિક અને લાગણીશીલ આધાર પુરો પાડવામાં તેઓનું પ્રોત્સાહન મળશે.તેમને તમારી પરિસ્થિતિ વિષે પૂર્વગ્રહ રહિત દ્રષ્ટિકોણ રાખવામાં મદદ મળશે. ઉપરાંત, જ્યાં સુધી તમને તમારા ડૉક્ટર ન કહે ત્યાં સુધી તમારી દવા બંધ ના કરશો. તમારા માઇગ્રેનનો વધારે સારી રીતે પ્રતિકાર કરવા માટે યોગ એક સારું માધ્યમ છે, તેનો દવાના વિકલ્પ તરીકે ઉપયોગ ન કરો.
આ સરળ યોગાસનોની પ્રેક્ટિસ કરવાથી માઇગ્રેનના હુમલાની અસર ઓછી થશે અને છેવટે કાયમ માટે બંધ થઈ જશે. તો તમારા પોતાના ભલા માટે યોગા મેટ ખોલો. થોડા સમય માટે રોજ વિશ્રામ કરો અને માઇગ્રેનને દૂર કરો.
શરીર અને મનના આરોગ્યમાં વધારો કરવા માટે યોગાભ્યાસ મદદ કરે છે. અને તેના ખૂબ વધારે ફાયદાઓ છે તો પણ એ દવાનો વિકલ્પ નથી, એ યાદ રાખશો. એ મહત્વનું છે કે પ્રશિક્ષિત આર્ટ ઓફ લિવિંગયોગા શિક્ષકની દેખરેખમાં જ યોગાસનો શીખવા અને એમની સુચના પ્રમાણે યોગાભ્યાસ કરવો. કોઈ પણ તબીબી પરિસ્થિતિમાં યોગાભ્યાસ ફક્ત ડોક્ટરની અને આર્ટ ઓફ લિવિંગ યોગા શિક્ષકની સલાહ લઈને કરો. આર્ટ ઓફ લિવિંગ યોગ શિબિર તમારી આસપાસ આર્ટ ઓફ લિવિંગના કેન્દ્ર માં શોધો. શું તમને શિબિરોની માહિતી જોઇએ છે અથવા પ્રતિસાદ આપવો છે? અમને લખો : info@artoflivingyoga.in