યોગના ઘણા આસનો અને ક્રિયાઓ શરીરના કોઈ ખાસ અવયવોની કાર્યક્ષમતા સુધારવા માટે હોય છે.
યોગ થકી આંખોની કસરતો કે જે તેમની કાર્યક્ષમતા સુધારે અને આંખોને લગતી વિવિધ સમસ્યાઓ નિવારવામાં સહાય કરે તે પ્રાપ્ય છે, જેમ કે
- ટૂંકી નજર (myopia)
- લાંબી નજર (hypermetropia)
- આંખને લગતી બીજી વિવિધ સમસ્યાઓ
આજની દુનિયામાં વસ્તીના આશરે ૩૫% લોકો વત્તાઓછા અંશે ટૂંકી અને લાંબી નજરની ખામીથી પીડાય છે.
સારવારકીય યોગની પ્રક્રિયાઓમાં કસરતો સમાવિષ્ટ છે,જેમ કે
- આંખો પર હથેળી મુકવી
- આંખો પટપટાવવી
- આંખોની નજર વારાફરતી બંને બાજુએ કેન્દ્રિત કરવી
- આંખોની નજર આગળ અને બાજુમાં કેન્દ્રિત કરવી
- આંખની કીકી ગોળ ગોળ ફેરવવી
- ઉપર અને નીચે વારાફરતી જોવું
- નાકની ટોચ પર તાકીને જોવું
- નજીક અને દૂર જોવું
સામાન્ય રીતે નંબરવાળા ચશ્માં અને લેન્સ કે જે આંખની વક્રીભવનાંક ખામીને સુધારે તેમના દ્વારા આ સમસ્યાઓ નિવારવામાં આવે છે.પરંતુ એ સમજવું જોઈએ કે ચશ્માં ક્યારેય ખામીયુક્ત દ્રષ્ટિને સુધારી શકતા નથી. હકીકતમાં, નંબરવાળા ચશ્માં આંખોની સમસ્યાને બદતર કરી શકે છે.માટે, જયારે તાતી જરૂર હોય ત્યારે જ ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ.
થોડાક રોગ જેમ કે મોતિયો અને ઝામર ,કે જે જીવાણુંના ચેપથી થાય છે, તે સિવાયની આંખની સમસ્યાઓ લાંબાગળાના માનસિક અને ભાવનાત્મક તનાવને લીધે આંખોના સ્નાયુઓની કાર્યશક્તિ બગડવાથી થાય છે.આંખોના સ્નાયુઓને લગતી ક્ષતિઓ જેમ કે ટૂંકી કે લાંબી દ્રષ્ટિમાં યોગની પ્રક્રિયાઓ વડે રાહત પામવામાં સહાય મળે છે.
થોડા મહિનાઓ માટે યોગની આ કસરતો નિયમિત રીતે કરવાથી આંખોની સામાન્ય કાર્યશક્તિ મેળવવામાં લાંબા સમયનો ફાયદો થાય છે.
નોંધ: આ કસરતો શરુ કરતાં પહેલા તમારી આંખોમાં થોડી વાર ઠંડા પાણીની છાલકો મારવી એવી ભલામણ કરવામાં આવે છે.આ કસરતો દરમ્યાન સતત માથું અને કરોડ સીધા રાખવા.
આંખો પર હથેળી મુકવી
- આંખો બંધ રાખીને શાંતિથી બેસો અને તમારી જાતને સંપૂર્ણ વિશ્રામ આપવા થોડા ઊંડા શ્વાસ લો.
- તમારી બંને હથેળીઓ જોરથી એકબીજા સાથે તેઓ હુંફાળી થાય ત્યાં સુધી ઘસો અને પછી તેમને હળવેથી આંખોના પોપચા પર મુકો.
- હથેળીની હૂંફને આંખોમાં જતી તથા આંખોના સ્નાયુઓને વિશ્રામ મેળવતા અનુભવો.તમારી આંખો આરામદાયક અંધકારમાં સ્નાન મેળવી રહી છે.
- હાથોની હૂંફ સંપૂર્ણપણે આંખોમાં શોષાઈ જાય ત્યાં સુધી આમ કરો.
- આંખો બંધ રાખીને હાથ નીચે લાવો.
- ફરીથી હથેળીઓ ઘસીને આ પ્રક્રિયા ઓછામાં ઓછી ત્રણ વાર કરો.
આંખો પટપટાવવી
- તમારી આંખો ખુલ્લી રાખીને આરામથી બેસો.
- આશરે ૧૦ વાર ખૂબ ઝડપથી આંખો પટપટાવો.
- આંખો બંધ કરો અને ૨૦ સેકંડ માટે વિશ્રામ કરો. ધીરેથી તમારું ધ્યાન તમારા શ્વાસ પર લઇ જાવ.
- આશરે પાંચ વાર આ કસરત ફરીથી કરો,
આજુ બાજુ જોવું
- શરીરની આગળ પગ સીધા રાખીને બેસો.
- હવે તમારી મુઠ્ઠીઓ વાળી,અંગુઠા ઉપરની તરફ રાખીને હાથ ઊંચા કરો.
- તમારી આગળ સીધું આંખના સ્તરે એક બિંદુ પર જુઓ.
- માથાને આ સ્થિતિમાં સ્થિર રાખો, તમારી નજરને વારાફરતી ફેરવીને નીચે પ્રમાણે કેન્દ્રિત કરો
- ડાબો અંગુઠો
- ભમરો વચ્ચેની જગ્યા પર
- જમણો અંગુઠો
- ભમરો વચ્ચેની જગ્યા પર
- ડાબો અંગુઠો
- ભમરો વચ્ચેની જગ્યા પર
- ૧૦ થી ૨૦ વાર આ કસરત ફરીથી કરો.
- આ પ્રક્રિયા પૂર્ણ કરીને ,આંખો બંધ રાખીને વિશ્રામ કરો .
ઉપરની કસરત કરતી વખતે નીચે પ્રમાણે શ્વાસની લયનું અવલોકન કરો.
- વચ્ચેની સ્થિતમાં શ્વાસ અંદર લો.
- બાજુમાં જોતા શ્વાસ બહાર કાઢો.
- ૪ સામે અને આજુ બાજુ જોવું
સામે અને આજુ બાજુ જોવું
- શરીરની આગળ પગ સીધા રાખીને બેસો.
- પછી અંગુઠો ઉપર રહે તેમ ડાબી મુઠ્ઠી ડાબા ઢીંચણ પર મુકો.
- તમારી આગળ સીધું આંખોના સ્તરે એક બિંદુ પર જુઓ.
- માથાને આ સ્થિતિમાં સ્થિર રાખો.
- શ્વાસ બહાર કાઢતા, ડાબા અંગુઠા પર તમારી નજર કેન્દ્રિત કરો.
- શ્વાસ અંદર લેતા, તમારી નજર આગળની તરફ અને તમારી આંખોના સ્તરે એક બિંદુ પર કેન્દ્રિત કરો.
- જમણા અંગુઠા સાથે આ પ્રક્રિયા ફરીથી કરો.
- પછી તમારી આંખો બંધ કરીને આરામ કરો.
આંખો ગોળ ગોળ ફેરવીને જોવું
- શરીરની આગળ પગ સીધા રાખીને બેસો.
- ડાબા ઢીંચણ પર ડાબો હાથ મુકો.
- અંગૂઠો ઉપર તરફ રાખીને જમણી મુઠ્ઠી જમણા ઢીંચણની ઉપર રાખો.કોણી સીધી રાખો.
- હવે માથાને સ્થિર રાખીને તમારી આંખોને અંગૂઠા પર કેન્દ્રિત કરો.
- કોણી સીધી રાખીને અંગુઠા વડે વર્તુળ બનાવો.
- ઘડિયાળના કાંટાની અને તેની વિરુદ્ધ દિશામાં પાંચ પાંચ વાર આ કસરત ફરીથી કરો.
- ડાબા અંગૂઠા વડે આ પ્રક્રિયા ફરીથી કરો.
- આંખો બંધ રાખીને વિશ્રામ આપો અને સંપૂર્ણપણે આરામ કરો.
ઉપરની કસરત દરમ્યાન નીચે પ્રમાણે શ્વાસની લયનું અવલોકન કરો.
- વર્તુળના ઉપરના વળાંકને જોતી વખતે શ્વાસ અંદર લો.
- નીચેના વળાંકને જોતી વખતે શ્વાસ બહાર કાઢો.
ઉપર અને નીચે જોવું
- શરીરની આગળ પગ સીધા રાખીને બેસો.
- બંને અંગૂઠા ઉપર તરફ રાખીને બંને મુઠ્ઠીઓ ઢીંચણ પર મુકો.
- હાથ સીધો રાખીને ધીરેથી જમણા અંગુઠાને ઉપર લાવો.અંગૂઠાની ઉપર તરફની ગતિને આંખો વડે નિહાળો.
- જયારે અંગૂઠો મહત્તમ ઊંચાઇએ આવી જાય ત્યારે ધીરે ધીરે તેને નીચે મૂળ સ્થિતિમાં લાવો અને માથું ઓને સ્થિર રાખીને આંખોને સતત અંગૂઠા પર કેન્દ્રિત રાખો.
- ડાબા અંગૂઠા વડે આ પ્રક્રિયા ફરીથી કરો.
- દરેક અંગૂઠા સાથે પાંચ વખત કરો.
- આ દરમ્યાન માથું અને કરોડને સીધા રાખો.
- આંખો બંધ કરીને વિશ્રામ કરો.
ઉપરની કસરત દરમ્યાન નીચે પ્રમાણે શ્વાસની લયનું અવલોકન કરો.
- આંખો ઉપરની તરફ લઇ જતી વખતે શ્વાસ અંદર લો.
- આંખો નીચેની તરફ લાવતી વખતે શ્વાસ બહાર કાઢો.
નાકની ટોચ પર તાકીને જોવું
- પલાઠી વાળીને બેસો.
- ડાબા હાથને નાકની આગળ સીધો ઊંચો કરો.
- જમણા હાથની મુઠ્ઠી વાળી અંગૂઠો ઉપર તરફ રાખો.
- અંગૂઠાની ટોચ પર બંને આંખોને કેન્દ્રિત કરો.
- હવે હાથને વાળીને અંગુઠાને નાકની ટોચ સુધી લાવો,આંખોને આ દરમ્યાન અંગૂઠાની ટોચ પર કેન્દ્રિત રાખો.
- અંગૂઠાને નાકની ટોચ પાસે રાખીને તથા આંખો ત્યાં કેન્દ્રિત રાખીને થોડી વાર આ સ્થિતિમાં રહો.
- અંગૂઠાની ટોચ પર નજર રાખ્યા કરીને ધીરે ધીરે હાથ સીધો કરો.
- આ એક રાઉન્ડ થયો.
- આવા ઓછામાં ઓછા પાંચ રાઉન્ડ કરો.
ઉપરની કસરત દરમ્યાન નીચે પ્રમાણે શ્વાસની લયનું અવલોકન કરો.
- અંગૂઠાને નાકની ટોચ તરફ લાવતા શ્વાસ અંદર લો.
- નાકની ટોચ પાસે અંગૂઠાને થોડીવાર રાખી મુકતી વખતે શ્વાસ રોકો.
- હાથને સીધો કરતી વખતે શ્વાસ બહાર કાઢો.
નજીક અને દૂર જોવું
- સ્પષ્ટ રીતે ક્ષિતિજ દેખાતી હોય તેવી ખુલ્લી બારી પાસે બેસો કે ઊભા રહો.તમારા હાથ તમારી બાજુમાં રાખો.
- નાકની ટોચ પર ૫-૧૦ સેકન્ડ માટે નજર કેન્દ્દ્રિત કરો.
- આશરે ૧૦ થી ૨૦ વાર આનું પુનરાવર્તન કરો.
- આંખો બંધ કરીને વિશ્રામ કરો.
નીચે પ્રમાણે શ્વાસની લયનું અવલોકન કરો
- નજીક જોતા શ્વાસ અંદર લો.
- દૂર જોતા શ્વાસ બહાર કાઢો.
ઉપરની બધી કસરતો પૂરી કર્યા પછી થોડી મીનીટો માટે શવાસનમાં સૂઈ જાવ અને તમારી જાતને સંપૂર્ણ આરામ આપો.હળવેથી સાધારણ શ્વાસ લો અને કસરત દરમ્યાન કોઈ પણ વિચાર કે લાગણીને રોકો નહી.
યોગનો અભ્યાસ શરીર તથા મનના વિકાસમાં સહાય કરે છે, સ્વાસ્થ્યના ઘણા ફાયદા કરે છે, છતાં તે દવાનો વિકલ્પ નથી. તાલીમ પામેલા આર્ટ ઓફ લીવીંગના યોગ ના શિક્ષકની દોરવણી હેઠળ યોગાસન શીખવા અને અભ્યાસ જારી રાખવો એ અગત્યનું છે. કોઈ બિમારીના સંજોગોમાં ડોકટર તથા આર્ટ ઓફ લીવીંગના યોગના શિક્ષકની સલાહ લઈને યોગનો અભ્યાસ કરવો.તમારા નજીકના
આર્ટ ઓફ લીવીંગના કેન્દ્ર માં આર્ટ ઓફ લીવીંગ યોગના કોર્સ વિષે માહિતી મેળવો. શું તમારે કોર્સીસ વિષે માહિતી જોઈએ છે કે તમારા મંતવ્યો વ્યક્ત કરવા ઈચ્છો ? અમને info@artoflivingyoga.org પર લખો.