તમારા ચહેરાને હસતો કરવા માટે યોગ

હસતો ચહેરો મૂડને હળવો કરી દે છે અને બધાને હળવા કરી દે છે. ઍક અભ્યાસમા એવો નિષ્કર્ષ કાઢવામા આવ્યો છે, કે નાનુ બાળક દિવસમાં ૪૦૦ વખત હસે છે, અને  પુખ્ત ઉમરના ભાગ્યે જ આઠ જેટલી વખત હસતા હશે. પુખ્ત વયનાઓમાં તણાવ ઍ સાવ સહેલું અને મૂળભૂત કારણ છે. જેને લીધે વ્યક્તિ પોતાની સરળતા અને હાસ્ય ગુમાવી દે છે. અનેક કારણોને લીધે આપણા જીવનમાં તણાવ ઉત્પન્ન થાય છે અને અજાણતા પણ આપણા ચહેરા પર દેખાય છે. આ તણાવને લીધે ચેહરા પર ઉંમર, કંટાળો , અને કાયમી થાક દેખાય છે. કદાચ યોગ જ ઍક શ્રેષ્ઠ રસ્તો છે કે જેનાથી આ  તણાવમાંથી બહાર નીકળી શકાય છે, ચહેરાની ચમક પાછી લાવી શકાય છે.

સૂક્ષ્મ યોગ ઍટલે બહુ હળવા , સરળ યોગ. કસરત વીના અને ભેગા થયેલ તણાવને કારણે તંગ થયેલા સ્નાયુઓને હળવા કરવાની આ યોગની ઍક શક્તિશાળી પદ્ધતિ છે. ચહેરાના યોગ તમારા મુખને બહુ થોડી મિનિટોમા પહેલા જેવો અને ચમકદાર બનાવી દે છે. તે સ્નાયુઓને અને જ્ઞાન તંતુઓને આરામ આપે છે.

તો ચાલો થોડા સરળ અને અસરકારક યોગ માટે તૈયાર થઈ જઇએ .

આંખની ફરતા : (ચારે બાજુ)!

મુઠી બંધ કરી અંગૂઠો ઉપર તરફ રાખો , આંખો બંધ કરી, જમણા અંગૂઠાને જમણી આંખ ફરતે અને ડાબા અંગૂઠાને ડાબી આંખ ફરતે હળવે હળવે ફેરવો . આંખ પર બહુ થોડા દબાણ સાથે તેને ફરતે અંગૂઠો ફેરવો . આ કસરત ૨-૩ મિનિટ કરો.  

આ પ્રક્રિયા આંખને ફરતા કાળા કુંડાળા દૂર કરે છે. અને આંખની આજુબાજુના સ્નાયુઓને હળવા કરે છે.

ખુદને  આશ્ચર્યચકિત કરો!

આંખોને જેટલી થઈ શકે ઍટલી મોટી કરો  જેથી સફેદ મોટા ડોળા બને ઍટલા દેખાય . પછી ઍક્દમ આંખોને ખેંચીને બંધ કરો . ફરી આંખો ખોલો અને બંધ કરો. આંખોમાથી પાણી નીકળવા માંડે ત્યાં સુધી ખૂબ ઝડપથી આમ કરો . હવે આંખો બંધ રાખી આરામ કરો. આ કસરત ૩-૪ વાર કરો . આ પ્રક્રિયા કરવાથી તમારી આંખોને ફરતા અને કપાળના સ્નાયુઓની કસરત થાય છે. જેનાથી તમારી દ્રષ્ટી સુધરે છે. અને થોડા સમય બાદ કદાચ તમારા ચશ્માના નંબર  પણ જતા રહે.

આ પ્રક્રિયા કરવાથી તમારી આંખોને ફરતા અને કપાળના સ્નાયુઓની કસરત થાય છે. જેનાથી તમારી દ્રષ્ટી સુધરે છે. અને થોડા સમય બાદ કદાચ તમારા ચશ્માના નંબર  પણ જતા રહે.

નિર્લજ્જ બનો : શરમ મૂકી દો!

મોઢેથી શ્વાસ લો અને થોડી  વાર ગાલ ફૂલાવી રાખો. અને પછી મોઢેથી શ્વાસ છોડો. આમ ૮-૧૦ વાર કરો.

આ પ્રક્રિયા કરવાથી ગાલના સ્નાયુ મજબૂત થાય છે અને તેને પાતળા અને અંદર ઉતરેલા થતા રોકે છે.  જેઓ સેક્સૉફૉન વગાડે છે તેમને જુઓ , તેમના ગાલ હંમેશા ટાઇટ જ હોય છે. જ્યારે તમે સ્નાયુઓનો ચોક્કસ રીતે ઉપયોગ કરો છો ત્યારે ચહેરાનો દેખાવ ઍ રીતે બદલાય છે. તો આ કસરત ગાલને સુંદર અને ગોળમટોળ કરવા માટે કરવા માંડો.

પોતાને  ચુંબન કરો!

ખુલ્લા મને હસો અને હજી વધુ , હવે હોઠને જોરથી ભેગા કરો અને ચુંબન કરો , આ કસરત ૨૦-૨૫ વાર કરો.

આ પ્રક્રિયા કરવાથી હોઠની આજુબાજુના અને ગાલના સ્નાયુઓને આરામ મળે છે. અને ચહેરાને ચમક આપે છે. ગુલાબી ગાલ અને સદાનુ હાસ્ય ઍ આ સુંદર અને સરળ યોગાનુ પરિણામ છે. આ રીતે હસતી વખતે યાદ રાખો કે બનાવટી તો બનાવટી પણ હસો.

મારી દાઢી!

બન્ને હાથના અંગૂઠાને દાઢી નીચે રાખી પકડો , હવે અંગૂઠાની મદદથી જ દાઢીના નીચેના ભાગને ઉપર ઉઠાવો . આ પ્રમાણે ૨-૩ મિનિટ કરો .

આ પ્રક્રિયા કરવાથી  કબજીયાતની તકલીફ દૂર થાય છે. અને પાચનક્રીયા સુધરે છે. અને પેટની ગરબડ હોય તો તે પણ દૂર કરે છે.

કાનને ખેંચો!

કાનની બૂટ્ટી પકડો અને નીચે તરફ ૩૦ સેકંડ ખેંચી રાખો . પછીની ૩૦ સેકંડ તેને ઉપર તરફ ખેંચો. હજી તેને પકડી રાખી જમણી બાજુ ગોળ ગોળ ફેરવો અને પછી ડાબી બાજુથી ફેરવો . લગભગ ૩૦ સેકંડ માટે .

આ પ્રક્રિયા કરવાથી સજગતા આવે છે અને ચહેરાના સ્નાયુઓ હળવા થાય છે.

આંખના ભવાને ખેંચવું!

આંખના ભવાને આંગળીથી ઍવી રીતે ખેંચો કે જેથી તે વચ્ચેથી છેડા સુધી ખેંચાય . આ પ્રમાણે ૩-૪ વાર કરો . 

આ પ્રક્રિયા કરવાથી તમને આરામ મળે છે અને ભવા પાસે ભેગો થયેલા તણાવમાં રાહત મળે છે.

 

આ સરળ કસરતો ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકાય છે. આ પ્રક્રિયા નિયમિત કરવાથી આખો દિવસ તાજગી  અનુભવાય  છે. ઇંટરવ્યૂ આપવાનો હોય કે કોઈ મોટી રજૂઆત હોય , થોડી મિનિટ આ કસરતો કરી ચહેરાને તરોતાજા કરી લો . તમારા ચહેરા પર વિશ્વાસ ઝલક્શે અને ઍક જાતની શાંતિ દેખાશે, જેની અન્ય પર બહુ સારી અસર પડશે . ધ્યાન કરતા પહેલા આ કસરતો કરવાથી ધ્યાનની ગહનતામાં જવામાં મદદ થાય છે.

આસનો આર્ટ ઓફ લિવિંગ યોગ કાર્યક્રમ ના શિક્ષક

નિયમિત યોગ કરવાથી શરીર અને મનને સ્ફૂર્તિમાં રાખવામાં ખૂબ મદદ થાય છે. પરંતુ તે દવાની અવેજીમા નથી. યોગના આસનો આર્ટ ઓફ લિવિંગમા શીખેલ આર્ટ ઓફ લિવિંગ યોગ ના શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ કરવા જોઈયે . તમને કોઈ શારિરીક કે મેડિકલ તકલીફ હોય તો યોગના આસનો ડૉક્ટરને તથા આર્ટ ઓફ લિવિંગ યોગ ના શિક્ષકની સલાહ લઈને જ કરવા . આર્ટ ઓફ લીવીંગ  યોગના કોર્સ વિષે માહિતી મેળવો તમારા નજીકના  આર્ટ ઓફ લીવીંગના કેન્દ્ર માંઆ કાર્યક્રમની વધુ માહિતી માટે કે તમારા અનુભવ જણાવવા માટે   info@artoflivingyoga.in પર લખો