યુવા કુશળતા પ્રાપ્તિ અને સશક્તિકરણ શિબિર YES!+

શું કોઈ વ્યક્તિ માટે 'એક ઊચ્ચ અને સફળ કારકિર્દી' અને 'સંતોષપ્રદ પરિપૂર્ણ વ્યક્તિગત જીવન' એક સાથે માણવું શક્ય છે?
 
આ કાર્યક્રમ ખાસ વિદ્યાર્થીઓ અને યુવા વ્યવસાયીઓને અનુલક્ષીને તેમના શક્તિશાળી જીવન-કૌશલ્યો અને વ્યક્તિગત 
 
સર્વાંગી શ્રેષ્ઠતાની પ્રાપ્તિ માટે રચાયેલો છે.
 
આ શિબિર આપણા પ્રાચીન શાસ્ત્રોના ગહનતમ જ્ઞાનને સાવ સરળતાપુર્વક સાંકળીને યોગ, પ્રાણાયામ 
 
(શ્વાસનિયંત્રણ), ધ્યાન અને સમકાલીન બૌદ્ધિક આદાનપ્રદાનને જોડતી સુદર્શનક્રિયાનું એક સુંદર મિશ્રણ છે. આ શિબિર 
 
દ્વારા સહભાગીઓના જીવનમાં ઉંમરના આ તબક્કે જે જરુરી છે તેવી ચેતનાથી સભર બનાવનારી એક સકારાત્મક 
 
પ્રોત્સાહક ઊર્જાનું નિર્માણ થાય છે.  આ શિબિર વિશ્વની વિવિધ પ્રમુખ સંસ્થાઓ તરફથી હાથ ધરવામાં આવે છે. 
 
વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે તણાવને બદલે સુમેળ સાધે તેવું સરળ ગણિત અહીં શીખવા મળે છે.
 
1 વિશેષ તીક્ષ્ણ એકાગ્રતા =  જાણે તમારા માટે દિવસ ખાસ વધુ કલાકોનો સર્જાયો ન હોય ! 
 
ઘણીવાર એક યોજના અથવા અભ્યાસ પર કામ કરતી વખતે તમને ધ્યાનમાં આવતું હશે કે જુદા જુદા પ્રકારે તણાવ આવી શકે 
 
છે ( જેમ કે દૈનિક બેઠકની મુદત તમને યાદ આવે !).  વળી, આ તણાવગ્રસ્ત મનને લીધે આવા સંજોગોમાં  તમારી 
 
કાર્યક્ષમતા 50% જેટલી ઘટી પણ શકે છે!  જુઓ, સમય પૈસા છે; અને તમે શાંત હો, અને મન કેન્દ્રિત હોય ત્યારે તમે ' 
 
એક ઊચ્ચ અને સફળ કારકિર્દી' અને ' સંતોષપ્રદ પરિપૂર્ણ વ્યક્તિગત જીવન " એ બન્ને એક સાથે મેળવી શકો છો.યસ 
 
પ્લસ તમારા માટે ત્યાં પહોંચવાની એક સરળતમ  તરકીબ પૂરી પાડનારી શિબિર છે.
 
જ્યારે તમે એક ફિલ્મ કે ટેલિવિઝન શ્રેણી જોવા  બેસો છો ત્યારે તમે બે- અઢી કલાક સુધી ચિટકીને બેસી શકો છો. બરાબર?  
 
તો પછી અભ્યાસમાં કે ધ્યાનમાં બેસતી વખતે પણ શું કરીએ તો એવી જ રીતે એમાં ધ્યાન કેન્દ્રિત કરી શકાય?
 
2. ઊર્જા વધારો = અડગ આત્મવિશ્વાસ
 
જ્યારે પોતાની ક્ષમતાઓ માટે સંશય હોય છે ત્યારે પોતાના માટે આત્મસન્માન રહેતું નથી અને જાહેરમાં લોકો સમક્ષ 
 
પોતાની વાત કહેવામાં ભય અનુભવાય છે.  હું મારી જાતમાં વિશ્વાસ રાખતો હોઉં તો એ આત્મવિશ્વાસ છે  અથવા હું કશું 
 
પણ કરવા માટે તૈયાર નથી થઈ શકતો એ સંશય કે શંકા છે.  શંકા નીમ્ન એટલે કે નકારાત્મક ઊર્જાની નિશાની છે.  ખરું 
 
કૌશલ્ય તો ઊચ્ચ અને હકારાત્મક ઉર્જાના સ્તરોને ઊંચાઈ આપવામાં રહેલું છે. 
 
યસ પ્લસ શિબિરમાં શીખવાડવામાં આવતી શક્તિશાળી શ્વાસ પધ્ધતિઓ નકામી શંકાઓને  દુર ફગાવીને, તમારા પોતાનામાં 
 
અડગ વિશ્વાસ સ્થાપીને, તમારામા ઊંચા સ્તરોની ઉર્જા રેડવાનું કામ કરે છે..
 
3. મક્કમ સ્પષ્ટતા સાથે સચોટ નિર્ણય લેવામાં આવતી ઝડપ.
 
ગુસ્સો ન કરો અને ઈર્ષા ન કરો એ કહેવું સાવ સહેલું છે, પણ એવી સ્થિતિ પ્રાપ્ત કરવી કેવી રીતે?
 
આ ઉપરાંત, આવી મનોસ્થિતિમાં જો આપણે નિર્ણય લઈએ તો એ કેવી રીતે યોગ્ય હોઈ શકે? 
 
જે ભાવનાત્મક તણાવ રોજીંદા ધોરણે આપણા મનમાં ભેગો થાય છે તે અને મનની વિચિત્રતાઓ ને અશુધ્ધિઓ 
 
સુદર્શનક્રીયા દ્વારા સાફ થતી જાય છે.
 
અને એના સતત અભ્યાસ દ્વારા ધીમે ધીમે આપણે દરેક વ્યક્તિ, વસ્તુઓ કે પરિસ્થિતિને વધારે ચોખ્ખી રીતે જોતાં થઈએ 
 
છીએ અને આંતરસૂઝથી સાચા નિર્ણયો લઇ શકીએ છીએ.