“સુંદરતા એક આંતરિક ઘટના છે. સુંદરતા વસ્તુઓમાં નથી, વ્યક્તિઓમાં નથી, જોનારની આંખોમા પણ નથી. તે દરેક વ્યક્તિઓના દિલમાં છે."- પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી કહે છે. અને આ હ્રદયની સુંદરતા વ્યક્તિના ચહેરા પર કૂદરતી રીતે પ્રતિબિંબિત થાય છે પ્રકાશિત અને ઉદ્દીપ્ત થાય છે.
ધ્યાન દ્વારા સુંદરતા ચામડીની ચમક કરતા ય આગળ વધતી જાય છે. જો કે આપણી ચામડી એ દેખીતી રીતે જ ખુબ જ મહત્વપૂર્ણ સૌંદર્યની અભિવ્યક્તિ છે.
આપણે દ્રવ્ય અને પ્રાણ બંનેના બનેલા છીએ. એનો મતલબ છે કે આપણી ચામડી ફક્ત બહારની દેખાતી સામાન્ય રચના કરતા ઘણી જીવંત અને કાર્યરત છે.! શરીરના બીજા બધા અંગોની જેમ આ પણ એક અંગ છે અને તેને સ્વસ્થ રાખવું અને તેનું પોષણ કરવું ખૂબ જરૂરી છે. જેટલા પણ સુંદરતાના ઉપચારો આજકાલ ઉપલબ્ધ છે તે શરીરની જરૂરીયાતોને પૂર્ણ કરે છે પણ એ રહસ્યોને ખોલતા નથી કે તમે શરીરના એક એક કોષને અંદરથી કેવી રીતે ચમકાવી શકો અને એને શક્તિ અને પ્રકાશથી શી રીતે સ્ફૂરિત કરી શકો.
આપણી ચામડી થાકતી જાય છે અને ઉંમર, તણાવ તેમ જ પુરતી કાળજીના અભાવથી ચહેરા પર વધારે પડતી કરચલીઓ, કાળા ડાઘ, શુષ્ક ધબ્બા, ઉંમર સાથે દેખાતા છિદ્રો , ખીલ, થાક અને મંદતા જેવા કેટૅલાય અનિષ્ટો અનિચ્છિત મહેમાનોની જેમ પ્રગટ થઇ જાય છે.
છતાં પણ, એવી ઘણી બધી કુદરતી, સરળ અને સાદી રીતો છે જે ત્વચાને ચમકાવવા માટે, તેની સફાઈ માટે અને નવીનીકરણ માટે મદદરૂપ થઇ શકે છે.
1: પોતાના મૂડ તરફ પાછા ફરો.
પ્રાચીન આયુર્વેદમાં સુંદરતાના રહસ્યો દર્શાવેલા છે. આયુર્વેદિક સકર્બ્સ અથવા તો કહો કે લેપ હળવે હળવે ત્વચાને નરમાશ તો આપે જ છે, સાથે તેને પુરતો શ્વાસ લેવામાં મદદ કરે .છે. એનાથી સારુ શું હોય કે જેના જરૂરી ઘટકો તમે તમારા રસોડામાં જ શોધી શકો છો.
તમારી સંપૂર્ણ સુંદરતા પૅક:
- 1. ચણા લોટ - 2ચમચી
- 2. ચંદન પાવડર
- 3. હળદર - અડધી ચમચી
- 4. કપૂર - એક ચપટી
- 5. સાદુ પાણી / દૂધ / ગુલાબ જળ
ચણાનો લોટ , ચંદન પાઉડર, ક્પૂર અને હળદર સાદા પાણીમાં, દૂધ કે ગુલાબજળમાં ભેગું કરી જાડી પેસ્ટ બનાવો અને ચહેરા પર સરખી રીતે લગાવો. વીસ મિનિટ માટે રહેવા દો અને પાણીથી ધોઈ નાખો. તમે આને વધારે સારો અનુભવ બનાવી શકો, બે રૂના નાના પુમડા ગુલાબજળમાં ડુબાડીને તમારી આંખો પર મૂકી દો. સારું- સુરીલું કોઈ સંગીત ચાલુ કરો. વીસ મિનિટ પછી તમારી પાસે હશે ચમકતી ત્વચા અને સંપુર્ણ વિશ્રામ!
2: પરસેવો પાડો!
થોડું દોડવું, ચાલવું અને થોડા ઝડપી સુર્ય નમસ્કાર તમારા શરીરને જરૂરી રક્ત સંચાર આપે છે. પરસેવો પાડવો તમારા માટે સારો છે. પછી ઠંડા પાણીથી સ્નાન કરો તેથી તમારી ત્વચા સાફ થઈ જાય.
3: તમારી યોગમેટ હાથમાં રાખો
જ્યારે તમે નીચે વળીને ડૉગ પોજ઼ – શ્વાન મુદ્રા- યોગા કરો છો ત્યારે તમે તમારા શ્વાસને જોયો છે? યોગા કરવાની સુંદરતા એ છે કે તમારું ધ્યાન શરીર અને શ્વાસ પર રહે છે. જેટલી વાર તમે ઉચ્છવાસ કરો છો, ત્યારે શરીર માંથી ઝેરી તત્વો બહાર જાય છે. યોગા અને ધ્યાનથી શ્વાસ લેવાની પ્રક્રિયાઓ , ઝડપથી આખા શરીરની સફાઇ કરે છે અને ત્વચાને તાજી અને સ્ફુર્તિ વાળી રાખે છે, ચહેરા પર તેજ લાવે છે.
4: તમે કોણ છો તે જાણો!
એવા પણ કોઈક દિવસો હોય છે જ્યારે તમે કોઈ પણ ક્રીમ લગાવો છો તમારી ત્વચા સૂકી જ રહે છે. કોઈ વાર તમે અને તમારો મિત્ર સરખી વસ્તુ વાપરો છો પણ તેની અસર બન્ને પર સરખી નથી હોતી. તમારે તમારા શરીરની કાર્ય પ્રણાલી વિભિન્ન પ્રકારની રચના પ્રમાણે ઓળખવી પડશે. આયુર્વેદ પ્રમાણે દરેક વ્યક્તિ બે અથવા ત્રણ તત્વોનુ મિશ્રણ છે. વાત, પિત અને કફ.
Iરસપ્રદ રીતે, આ દરેક બંધારણને પોતાના ચોક્કસ ગુણો હોય છે. જે તમારી ત્વચાનો પ્રકાર નક્કી કરે છે. જો તમારી ત્વચા સૂકી હોય તો બની શકે કે તમારામાં વાત મુખ્ય છે. પિત પ્રકૃતિવાળા શરીરની ત્વચા સામાન્ય હોય છે જ્યારે કફ પ્રકૃતિવાળાની ત્વચા તૈલિ પ્રકારની હોય છે. તમારા શરીરનો પ્રકાર કયો છે તે જાણવાથી તમને સમજ પડશે કેકયા પ્રકારનુ ભોજન તમારે ખાવું જોઇએ અને કયા પ્રકારનુ ભોજન ના ખાવું જોઇએ..
5: તમે જે ખાવ છો તે જ તમે છો!
આપણે એવા જ થઇ જઇએ છીએ જે આપણે ખાઈયે છીએ. દેખીતી રીતે તાજા, સાફ અને રસાદાર ખોરાક ખાવાથી આપણી ત્વચા પણ જીવંત રહે છે. સંતુલિત આહાર, પુરતા પ્રોટીન અને વિટમિન અને વધારે ફળો, પાંદાડાવાળા શાકભાજી, યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં ખાવું સલાહભર્યું છે.
6: જાતે રીઝાવવું ......અઠવાડિક
સૌમ્ય રીતે ચહેરાને તેલ મસાજ કરવાથી આશ્ચર્યજનક કામ થાય છે. તમારી ત્વચાના પ્રકારને આધારે, તમે તેલ પસંદ કરી શકો છો. શિરબાલા અથવા નારાયણ તેલ. રાય, નારીયેળ, બદામ અને કુમકુમાદી માંથી બનાવેલા તેલમાં ખૂબ પૌષ્ટીક તત્વો હોય છે. જે તમારી ત્વચાને ચમકાવવામાં મદદ કરે છે.
7: સુદર્શન ક્રિયાને તમારો સુંદરતાનો મંત્ર બનાવો
Dશું તમે જાણો છો કે સાચી રીતે શ્વાસ લેવાથી તમને ફોલ્લીઓ અને ડાઘથી મુક્તિ મળી શકે છે? હા, આ સાવ સાચી વાત છે! જ્યારે આપણે હળવા હોઇએ ત્યારે, તણાવની બાહ્ય લાક્ષણિકતાઓ, જેમ કે, ફોલ્લીઓ, ડાઘાઓ, ચકામાઓ વગેરે ઘટે છે. સુદર્શન ક્રીયા થી શ્વાસની પ્રક્રિયાથી શરીર અને મન બંનેમાં ભેગો થયેલો તણાવ બહાર ફેંકાઇ જાય છે અને આપણને હળવાશનો અનુભવ થાય છે. સુદર્શન ક્રિયા બહુ સહજતાથી સંવાદિતા અને સંતુલન આપણા બંધારણમાં પાછુ સંચિત કરે છે.
8: રોજ ધ્યાન કરવું
એક મીણબત્તીનું કામ છે પ્રકાશ ફેલાવવાનું. એ જ રીતે ધ્યાન આપણી અંદરના પ્રકાશને ફેલાવનારું ઘટક છે. તમે જેટલું વધારે ધ્યાન કરો, શ ફેલાવવાનું. એ જ રીતે ધ્યાન આપણી અંદરના પ્રકાશને ફેલાવનારું ઘટક છે. તમે જેટલું વધારે ધ્યાન કરો એટલા વધારે પ્રકાશમાન થાવ છો. આપણે ઘણી વાર જોઇએ છીએ કે ચિત્રકારો- કલાકારો ધ્યાન-મગ્ન સ્થિતિમાં બેઠેલાઓને એક ઓરા સાથે દર્શાવે છે. આ ફક્ત એક કલ્પના માત્રથી ઉપજાવેલી વાત નથી. આ તદ્દન સાચું છે. ધ્યાનીઓ અંદરથી અને બહારથી ચમકતા હોય છે.... એમને મેકપ માંથી છુટકારો મળી જાય છે..
9: મૌન સાચે જ સોનાનું છે
તમને કેવુ લાગે છે જ્યારે તમે ઘણો લાંબો સમય બોલ્યા હોવ છો અને ઘણું બધું બોલી ગયા હોવ છો? મોટે ભાગે હતાશ? વાતને વધારીને વિસ્તારથી કહેવાથી થોડી મજા આવતી હશે, પણ આપણા શરીર ને મન પર તે વ્યર્થ તોપમારો કર્યો હોય એવી નકારાત્મક અસર જન્માવે છે. મૌન ઘણી બધી ઊર્જા બચાવે છે. જો તમારે એ જાણવાનો પ્રયાસ કરવો હોય તો આર્ટ ઓફ લિવિંગ પ્રોગ્રામ ભાગ ૨ કરી જુઓ. મૌનની અસર ઊંડા ધ્યાન સાથે જોડાઈ તમને સુખદ આશ્ચર્ય પમાડશે. અને એ ભુલવા જેવુ નથી કે તમને ચમકતી ત્વચા પણ આપશે!
10: કોઈ પણ ભોગે તમારા મનને બચાવો
જો તમે નાખુશ, ગુસ્સામાં, તણાવમાં કે ઉદાસ છો તો તમારો ચહેરો સારો દેખાઈ જ ના શકે. એટલે નક્કી કરી લો કે તમારી જાતને થોડી મનની શાંતિ અને એવી ખુશી આપો કે જેને કશું ચલિત ન કરી શકે. આના માટે ધ્યાન એ જ ફક્ત એક ઉપાય છે. એ કંઇ હવે કોઈ દેખાડો કરવા માટેની બાબત નથી રહી... તે એક સરળ અને નિવારી ન શકાય એવી જરૂરીયાત બની ગયું છે!
11: હું કાયમ ૧૮નો જ રહી શકું ? ..... કેમ નહી?
આપણે જીવનના પ્રવાસને ઓળંગવો જ પડશે..... એની બધી સમસ્યાઓ અને ઉપાધિઓ સાથે. સામાન્ય રીતે સુંદર લાગવું એનો મતલબ એ પણ થાય કે યુવાન લાગવું અને વસ્તુઓ માટે નૂતન અભિગમ રાખવો. જો તમે યુવાન હોવાનો અનુભવ કરો છો ! તો યુવાન લાગો છો. ધ્યાન વૃદ્ધત્વની પ્રક્રિયા કુદરતી રીતે ધીમી પાડે છે. તેમજ યુવાની અને તાજગી આપણામાં જાળવી રાખે છે. તો આગળ વધો, સ્વપ્નાઓ જુઓ ,,, હ્રદયથી ૧૮ ના રહો.
12: ચહેરાના સ્નાયુઓને હલાવો
Yતમે ખુબજ સુંદર કપડા પહેર્યા છે, ખૂબ મોંઘો શણગાર કર્યો છે, તમારી પાસે લુઈસ વિતનની આકર્ષક બેગ પણ છે. તો પણ તમને કંઈક કશાકની જરૂર છે જે તમારા દેખાવને પૂર્ણ કરે. એ છે તમારુ સ્મિત. જ્યારે આપણે વધારે પડતો સમય, ઊર્જા અને પૈસા આપણા શરીર અને દેખાવ પાછળ ખર્ચીએ છે, ત્યારે આપણે અંદરની ખુશી અને આનંદને વ્યક્ત કરવાનું ભૂલી જઇએ છીએ. અને આ ખુબ જ સરળ ને સાદું ખેચાણ માત્ર છે- હોઠને આંખો સુધી પહોંચે એમ પહોળા કરવા!
તો સ્મિત વધુ રાખો, તમારી જાતને સુંદર દેખાતી બનાવો, અને દુનિયામા પણ સુંદરતા ઉમેરો.
અમે જૂઠૂં નથી કહી રહ્યા. આ નુસખાઓ બહુ કારગર નીવડે છે !!.
શ્રી શ્રી રવિશંકરજીની જ્ઞાન મંત્રણા થી પ્રેરિત
ભારતી હરીશ. - સહજ સમાધી ધ્યાન કોર્સ શિક્ષક.
ડૉ. નિશા મણિકાંતન- આયુર્વેદા નિષ્ણાત.