ચંદ્ર નમસ્કાર
ચંદ્ર નમસ્કારઍ સૂર્ય નમસ્કારનું પ્રતિબિંબ છે. કારણ ચંદ્રને પોતાનો પ્રકાશ નથી પણ સૂર્યપ્રકાશનુ પ્રતિબિંબ છે. આનો ક્રમ સૂર્યનમસ્કાર જેવો જ છે, માત્ર અર્ધચંદ્રાસન અશ્વસંચાલનાસન પછી કરવાનુ છે. ચંદ્ર નમસ્કાર રાત્રે કરવુ વધારે સારુ છે. ખાસ કરીને ચંદ્ર જ્યારે દ્રશ્યમાન હોય. રાત્રે ચંદ્ર નમસ્કાર કરો ત્યારે ખાત્રી કરો કે પેટ ખાલી હોય.
ચંદ્ર નમસ્કારના લાભ
ચંદ્ર નમસ્કાર ચંદ્ર શક્તિને સંતુલિત અને સક્રિય કરવામા મદદ કરે છે. જે શાંત , આરામદાયક અને સર્જક ગુણો ધરાવે છે. ચંદ્ર નમસ્કાર કરોડરજ્જુ, ઘુંટણ, પગની પાછળના ભાગમા ખેંચાણ પૂરુ પાડે છે. તેમજ હાથ, પગ, પીઠ અને પેટના સ્નાયુઑને મજબૂત બનાવે છે. અન્ય યોગાસનની જેમ ચંદ્ર નમસ્કાર પણ યોગ્ય માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ કરો તે વધારે મહત્વનુ છે.
આસનનો ક્રમ નીચે પ્રમાણે છે

પ્રણામાસન
બંને પગ સાથે રાખીને સીધા ઉભા રહો અને બંને હથેળીઑને પ્રણામ મુદ્રામા રાખો.

હસ્ત ઉત્થાનાસન : (હાથ ઉપર ઉઠાવવાની મુદ્રા)
બંને હાથ શ્વાસ ભરતા ભરતા આગળની તરફથી ઉપર લાવો , અને શક્ય હોય ઍટલા ઉપર તરફ ખેંચો . બંને
હાથોને પાછળની તરફ ખેંચીને બસ્તી પ્રદેશને આગળની તરફ ખેંચો. કોણી અને ઘુંટણ સીધા, માથુ હાથોની વચ્ચે અને દાઢી છાતીની તરફ .

પાદ હસ્તાસન
શ્વાસ છોડતા આગળ તરફ વળો. બંને હાથ જમીન પર મુકો. ઘૂંટણો વાળો. જમીન પર હાથ રાખી ઘૂંટણોને સીધા કરો.

અશ્વ સંચાલાસાન
જમણો પગ જેટલો બને ઍટલો પાછળ તરફ ધકેલો, જમણો ઘૂંટણ જમીન પર, ઍડી છત તરફ. ઉપર તરફ જુઓ.

દંડાસન
શ્વાસ રોકો ડાબો પગ પાછળ તરફ ધકેલો. શરીર ઍક સીધી લીટીમા લાવો અને ઘૂંટણ સીધા રાખો.

શિશુ આસાન
શ્વાસ છોડતા શરીર પાછળ તરફ ધકેલો , નિતંબને પગની ઍડીઑ પર લાવો. કપાળ ઘૂંટણ તરફ અને હાથને બિલકુલ સીધા આગળ તરફ જમીન પર ખેંચો.

અષ્ટાંગ નમસ્કાર ( શરીરના આંઠ અંગોનો જમીનને સ્પર્શીને નમસ્કાર)
આગળ તરફ ખસો દાઢીને જમીન પર રાખો. તમારી દાઢી, છાતી, હથેળીઑ જમીન પર. આ સ્થિતિમા તમારા શરીરને ઉઠાવો.

ભુજંગાસન
શ્વાસ ભરતા ભરતા સાપની મુદ્રામા જાવ. હથેળીઑ ખભાની લાઈનમા નીચે , કોણીઓ શરીરની નજીક, પગની ઍડીઑ સાથે . કટીપ્રદેશને જમીન તરફ દબાઓ અને ઉપર ઉઠાવો . પાછળની તરફ ઝૂકવા પર ધ્યાન કેન્દ્રિત કરો

પર્વતાસન
શ્વાસ છોડતા હાથોને ઉપર લઈ જાવ અને પગને ઉંધા “v” ની સ્થિતિમાં લાવો. હાથ અને નિતંબને પાછળ તરફ ખેંચો. અને ઍડીઑને જમીન પર રાખવાનો પ્રયત્ન કરો.

અશ્વ સંચાલાસાન
શ્વાસ ભરતા જમણો પગ આગળ તરફ ધકેલો, ડાબો ઘૂંટણ જમીન પર, ઍડી છત તરફ. ઉપર તરફ જુઓ.

પાદ હસ્તાસન
શ્વાસ છોડતા આગળ તરફ વળો. બંને હાથ જમીન પર મુકો. ઘૂંટણો વાળો. જમીન પર હાથ રાખી ઘૂંટણો સીધા કરો.

હસ્ત ઉત્થાનાસન : (હાથ ઉપર ઉઠાવવાની મુદ્રા)
બંને હાથ શ્વાસ ભરતા ભરતા આગળની તરફથી ઉપર લાવો , અને શક્ય હોય ઍટલા ઉપર તરફ ખેંચો . બંને હાથોને પાછળની તરફ ખેંચીને બસ્તી પ્રદેશને આગળની તરફ ખેંચો. કોણી અને ઘુંટણ સીધા, માથુ હાથોની વચ્ચે અને દાઢી છાતીની તરફ

તાડાસન
શ્વાસ છોડતાં છોડતાં બંને હાથોને નીચે તરફ બાજુ પર લાવો. શરીરની બંને બાજુ એ અલગ અનુભવ કરો.