ત્રિકોણાસન

મોટાભાગના બીજા આસનો કરતાં ત્રિકોણાસનમાં શરીરનું સમતોલન રાખવા માટે આંખો ખુલ્લી રાખવાની હોય છે.

ત્રિકોણાસન કેવી રીતે કરવું

  • સીધા ઊભા રહો.તમારા બંને પગ આરામદાયક રીતે (આશરે ૩.૫ થી ૪ ફૂટ)એક બીજાથી દૂર રાખો..
  • તમારા જમણા પગના પંજાને બહાર ૯૦૦ વાળો અને ડાબા પગના પંજાને ૧૫૦ અંદરની તરફ.
  • હવે તમારી જમણી એડીના કેન્દ્રને ડાબા પંજાના વળાંકના કેન્દ્રની સીધી લીટીમાં મુકો.
  • તમારા પગના પંજા જમીન પર દબાય તેનું તથા શરીરનું વજન બંને પંજા પર સંતુલિત હોય તેનું ધ્યાન રાખો.
  • ઊંડો શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢતા તમારા શરીરને જમણી તરફ વાળો, થાપાથી નીચેની તરફ, કમરને સીધી રાખો, ડાબા હાથને હવામાં અધ્ધર રાખો અને જમણો હાથ નીચે જમીન તરફ.બંને  હાથ સીધી લીટીમાં રાખો.
  • જમણા હાથને ઢીંચણથી નીચે પગના આગળના ભાગ પર અથવા ઘૂંટી કે જમણા પંજાની બાજુમાં જમીન પર મુકો. કમરની  બાજુઓને વાળ્યા વગર આમાંથી જે શક્ય હોય તેમ કરો.તમારા ડાબા હાથને છત તરફ સીધો,તમારા ખભાની સીધે ઉપર ખેંચો. તમારું માથું વચ્ચે રાખો અથવા ડાબી બાજુએ વાળો,તમારી નજર ડાબી હથેળી પર રાખો.
  • તમારું શરીર બાજુમાં જ ,અને નહી કે આગળ કે પાછળ તરફ, નમેલું હોય તેનું ધ્યાન રાખો. પેડુ અને છાતી વળેલા ના હોય.
  • મહત્તમ ખેંચાણ આપો અને સ્થિર રહો.લાંબા ઊંડા શ્વાસ લેવાનું ચાલુ રાખો.બહાર નીકળતા દરેક શ્વાસ સાથે શરીરને વધારે ને વધારે વિશ્રામમાં લાવો.
  • ઊઠો, તમારા હાથ તમારી બંને બાજુએ લાવી દો, અને તમારા પંજા સીધા કરો.
  • બીજી બાજુએ આ જ રીતે કરો.

ત્રિકોણાસનના ફાયદા

  • પગ,ઢીંચણ,ઘૂંટી,હાથ,તથા છાતીને મજબૂત કરે છે.
  • થાપા,જાંઘનો સાંધો,ઢીંચણની પાછળના અને નીચેના સ્નાયુઓ,ખભા,છાતી અને કરોડને ખેંચીને પહોળા કરે છે.
  • માનસિક અને શારીરિક સમતોલન વધારે  છે.
  • પાચન સુધારવામાં સહાય કરે છે.
  • ચિંતા,તનાવ,પીઠનો દુખાવો અને રાંઝણ(sciatica) ઘટાડે છે

ત્રિકોણાસનમાં ધ્યાન રાખવાની બાબતો

  • જો તમને આધાશીશી,ઝાડા, વધુ કે ઓછું બ્લડ પ્રેશર, ગરદન કે પીઠની ઈજા થયા હોય તો આ આસન કરવાનું ટાળો.(વધારે બ્લડ પ્રેશરવાળા લોકો પોતાનો હાથ ઊંચો કર્યા વગર આ આસન કરી શકે છે કારણ કે એમ કરવાથી બ્લડ પ્રેશર વધતું હોય છે)

 

<<વીરભદ્રાસન અર્ધચક્રાસન >>

 

(ફાયદાકારક યોગાસનો)

યોગનો અભ્યાસ શરીર તથા મનના વિકાસમાં સહાય કરે છે, સ્વાસ્થ્યના ઘણા ફાયદા કરે છે, છતાં તે દવાનો વિકલ્પ નથી. તાલીમ પામેલા આર્ટ ઓફ લીવીંગના યોગ ના શિક્ષકની દોરવણી હેઠળ યોગાસન શીખવા અને અભ્યાસ જારી રાખવો એ અગત્યનું છે. કોઈ બિમારીના સંજોગોમાં ડોકટર તથા આર્ટ ઓફ લીવીંગના યોગના શિક્ષકની સલાહ લઈને યોગનો અભ્યાસ કરવો.તમારા નજીકના આર્ટ ઓફ લીવીંગના કેન્દ્રમાંઆર્ટ ઓફ લીવીંગ;યોગના કોર્સ વિષે માહિતી મેળવો. શું તમારે કોર્સીસ વિષે માહિતી જોઈએ છે કે તમારા મંતવ્યો વ્યક્ત કરવા ઈચ્છો ? અમને info@artoflivingyoga.in.  પર લખો.