નાસ્તિકવાદ

નાસ્તિક એ છે, જે જીવનના સિદ્ધાંતો કે દ્રવ્યોના પાર્થિવપણાને માનતો નથી. કોઈ નાસ્તિક ગુરુ પાસે આવે ત્યારે શું થાય છે? તમે તમારા સ્વરૂપનો અનુભવ કરવા માંડો છો અને જુઓ છો કે વાસ્તવમાં તમારું કોઈ સ્વરુપ જ નથી. તમે તો સાવ પોલા અને એકદમ ખાલી છો; અને આ સ્વરુપહીનતાનો ભાવ તમારામાં વધારે ને વધારે દ્રઢ થતો જાય છે. ગુરુ તમારી આ માન્યતાને વાસ્તવિક સ્વરુપ આપતા જાય છે. અને દેખાતા સ્વરુપ વિશે તમારામાં જે દ્રઢ વિચાર ઠસી ગયા હતા તે વાસ્તવિક નથી તેવું બતાવી આપે છે. સંવેદનશીલતા અને સૂક્ષ્મ દ્રષ્ટિને ઉજાગર કરે છે. પ્રેમ વિશે એવું જાણવા પામો છો કે એ કોઇ ઠાલી લાગણી નથી, પરંતુ આપણા અસ્તિત્વના મૂળ પાયા તરીકે અને પુરાવા રૂપે વ્યાપ્ત છે. નિરાકારતાનો ભાવ સૃષ્ટીના દરેક સ્વરુપમાં નીખરતો જશે અન જીવનના રહસ્યો સ્પષ્ટ થઈને તમારી નાસ્તિકતાને વેરવિખેર કરી નાખશે. પછી તમારો પ્રવાસ શરૂ થશે જેના ચાર સ્તર અથવા તો ચરણ છે.

પ્રથમ ચરણ છે "સરુપ્ય" (દરેક સ્વરુપમાં નિરાકારને જુઓ). ઈશ્વરને દરેક સ્વરુપમાં જુઓ. ઘણીવાર ઈશ્વરને નિરાકાર માનવું તેને જુદા જુદા સ્વરૂપે માનવા કરતાં વધુ યોગ્ય - વધુ સુખદાયક લાગે છે. અલગ અલગ સ્વરુપમાં આપણે તેનાથી દૂર કે અલગ હોઇએ એવું લાગે, અસ્વીકારનો ડર લાગે અન અન્ય અનેક મર્યાદાઓ આવતી જાય. જીવનમાં આપણી બધી જ ક્રીયા-પ્રક્રિયા સ્વરુપ સાથે થતી હોય છે. સિવાય કે તમે ગાઢ નિદ્રામાં કે સમાધિમાં હો. અને જો તમે ઈશ્વરને કોઈ પણ સ્વરૂપમાં નથી જોતાં તો જીવનની જાગ્રત અવસ્થામાં તમે ઈશ્વરથી દૂર થઇ જશો. જે કોઈ ઈશ્વરને નિરાકાર ગણે છે તે કોઈ પ્રતિક રાખે છે અને કદાચ ઈશ્વર કરતાં તે પ્રતીકને વધુ ચાહે છે. જો ભગવાન આવે અને ખ્રિસ્તીઓને ક્રોસથી દૂર રહેવાનું કહે અથવા મુસલમાનને બીજના ચન્દ્રને છોડવાનું કહે તો કદાચ તે એવું નહીં કરે. એનો સીધો ને સાદો અર્થ એ કે નિરાકારને પ્રેમ કરવાનું સ્વરુપ થકી જ શક્ય છે. .

બીજું ચરણ છે "સામિપ્ય" (નિકટતા). તમે જે કોઇ સ્વરૂપને પસંદ કર્યુ છે તેની સાથે ખૂબ નિકટતા કેળવો અને એના થકી નિરાકાર સુધી પહોંચો. એવું કરવાથી સમગ્ર સૃષ્ટિ સાથે તમે નિકટતા અનુભવશો. આ કક્ષાએ પહોંચ્યા પછી અસ્વિકારનો તથા અન્ય તમામ ડર ભાગી જશે. પરંતુ આ બધું સમય, સ્થળ અને વાતાવરણ પર નિર્ભર છે.

ત્રીજું ચરણ છે "સાનિધ્ય". સમય અને સ્થળ ની મર્યાદાથી પર થઇને ઈશ્વરની હાજરીનો અનુભવ કરવો. ત્યાર પછી આવે છે અંતિમ અને ચોથું ચરણ છે "સાયુજ્ય". જ્યારે તમે ઈશ્વર સાથે એક થઈ જાઓ છો. ત્યારે તમને ભાન થશે કે તમે અને ઈશ્વર એક જ છો. તમે અતિ પ્રિય ઈશ્વરમાં સમાઇ જાવ છો અન જુદાપણૂં અલોપ થઇ જાય છે.

વાત આમ છે અને એમ જ છે.

વિનોદ માથુર:- શું ભક્ત (શ્રદ્ધાળુ) આ ચારેય ચરણમાંથી પસાર થતો હોય છે?

શ્રી શ્રી:- ચોક્કસ, (અચૂક) નાસ્તિક હોય કે શ્રદ્ધાળુ - એ સહુ આ ચાર ચરણમાંથી પસાર થાય જ છે. .

જ્ઞાનની શક્તિ દેખીતી જ છે. જ્યારે અશક્ય શક્ય બને છે. બેંગલોરમાં થયેલ મહા (વિશાળ) કાર્યક્રમની બધીજ તૈયારી - વ્યવસ્થા ફક્ત ચાર દિવસમાં થઈ ગઈ હતી જ્યારે પુજ્ય ગૂરુજી તથા પરમ પૂજ્ય દલાઈ લામાએ ૧,૫૦,૦૦૦ લોકોને સંબોધ્યા હતા. એ સત્સંગ એક ઐતિહાસીક ઘટના હતી. બૌદ્ધ સંતો અને વૈદિક પંડિતોએ જ્યારે મંત્રોચ્ચાર કર્યા ત્યારે હજારો લોકો કે જે ધ્યાનમાં શાંત થઈ ગયેલા, તેઓ હાથમાં મીણબત્તી સાથે ગાવા, નાચવા અને ઉત્સવ મનાવવા લાગ્યા હતા.