સંપૂર્ણ નાસ્તિક માણસ શોધવો મુશ્કેલ છે. નાસ્તિક ઍટલે ઍ વ્યક્તિ કે જે સાકાર અને વાસ્તવિક નથી લાગતી તે બાબતોમાં વિશ્વાસ નથી રાખતો. જીવન સંપૂર્ણ સાકાર અને વાસ્તવિક નથી. ઍજ રીતે આ વિશ્વ પણ; વાણિજ્ય, વિજ્ઞાન કે વિનયન આ તમામમાં અટકળ, ધારણા, કલ્પના અને સ્ફૂરણા કેટલેક અંશે સમાયેલા છે. આ તમામ લાક્ષણિક રીતે અપાર્થિવ છે અને વાસ્તવિક નથી. જે ક્ષણે ઍક નાસ્તિક કોઈ પણ અવણૅનીય ક્ષેત્રને સહેજ પણ સ્વીકારે, ત્યારે તે નાસ્તિક મટી જાય છે. કોઈ પણ બુદ્ધીશાળી વ્યક્તિ જીવન અને વિશ્વના રહસ્યોને નકારી ના શકે અને આમ પ્રામાણિકપણે નાસ્તિક ના કહેવાય! કહેવાતા નાસ્તિકો કદાચ ઈશ્વર વિશેના કેટલાક ખ્યાલોનો વિરોધ કરે છે.
પ્રશ્ન:શું બુદ્ધ નાસ્તિક હતા?
શ્રી શ્રી: ઍક અર્થમાં "ના" કારણકે તેમણે શૂન્યતા પર ભાર મૂક્યો હતો જે કોઈ પણ નાસ્તીકને સ્વીકારવું અઘરું છે. અને બીજા અર્થમાં "હા" કારણકે તેમણે ઈશ્વરના ખ્યાલોને રજૂ નહોતા કર્યા.
જીમ: ઍક નાસ્તીકને પોતે જે જોઈ શકે છે તેમાં વિશ્વાસ આવે છે. પરંતુ બુદ્ધે કહ્યું હતું કે તમે જે બધું જોઈ રહ્યા છો તે વાસ્તવિક નથી.
શ્રી શ્રી: કાશ, આજના બધા નાસ્તિકો બુદ્ધ બની જાય.