ઈશ્વરને નિરાકાર સ્વરુપમાં કે સાકાર સ્વરૂપમાં જોવા કઠીન છે. નિરાકારને વ્યક્ત કરી શકાતું નથી, જ્યારે ઇશ્વર ને સાકાર સ્વરૂપ આપવું એ એને સાવ જ મર્યાદિત બનાવી દે છે. તેથી, ઘણા લોકો નાસ્તિક બની રહેવું પસંદ કરે છે.
નાસ્તિકતા જેવું ખરેખર કશું છે નહિ, એ ફક્ત અનુકુળતાની વાત છે. જ્યારે તમારામાં કઈંક જાણવાની તડપ હોય
અથવા તમે સત્યની શોધ કરી રહ્યા હોવ, ત્યારે તમને જણાશે કે નાસ્તિકતાની વાત બાજુ પર રહી જાય છે. કઈંક જાણવાની તડપ સાથે, જ્યારે તમે કોઇ વસ્તુ ખોટી છે એવું સાબિત નથી કરી શક્તા ત્યારે તેની યથાર્થતાનો અસ્વિકાર પણ ન જ કરી શકો. એક નાસ્તિક વ્યક્તિ, પહેલાં તો ઈશ્વરનુ ખંડન કર્યા વગર જ તેનો અસ્વિકાર કરી દેતો હોય છે. ઈશ્વરને ખોટા સાબિત કરવા માટે, તમારી પાસે વિપુલ જ્ઞાન હોવું જરૂરી છે.તમે એને એમ જ ખોટા સાબિત ન કરી શકો! (હાસ્ય!). કોઈ પણ વ્યક્તિએ એવું કહેવું હોય, કે કોઈક એક વસ્તુનું અસ્તિત્વ જ નથી, તો તે વ્યક્તિ પાસે આખા બ્રહ્માંડ (વિશ્વ)ની જાણકારી હોવી જોઇએ. એનો મતલબ, કે તમે ક્યારેય સો (100) ટકા નાસ્તિક નથી બની શકતાં. નાસ્તિક વ્યક્તિ બીજું કંઈ નહી, પણ ઉંઘતો (સુષુપ્ત) શ્રદ્ધાળુ છે!
એ વ્યક્તિએ જો કહેવુ હોય કે " હું કશામાં વિશ્વાસ નથી કરતો" મતલબ એ પોતાની જાતમાં તો વિશ્વાસ કરે છે- એનો અર્થ એ થાય કે એ પોતાનામાં વિશ્વાસ કરે છે જેને વિષે એ ખાસ કશું જાણતો જ નથી!
એક નાસ્તિક ક્યારેય નિષ્ઠાવાન નથી હોતો કારણ કે નિષ્ઠા માટે ઊંડાણ જરૂરી છે. અને નાસ્તિક પોતાનામાં ઊંડા ઉતરવાનો ઈન્કાર કરે છે. કારણ કે જેમ જેમ એ પોતાનામાં ઊંડો ઉતરે છે, તેમ તેમ એને એવો શૂન્યાવકાશ સાંપડે છે કે જ્યાં પાર વિનાની શક્યતાઓ હોવાનું ભાન થાય છે. એ વખતે તેણે ઘણા રહસ્યો જે વિષે એ કંઇ જાણતો નથી, તેનો સ્વિકાર કરવો પડે છે. તેણે તેની અજ્ઞાનતા કબૂલવી પડે છે , જેને તે પહેલાં નકારતો હતો. કારણ કે જે ક્ષણે એ નિષ્ઠાવાન બને છે, તે ક્ષણથી ખરેખર તો તે પોતાના નસ્તિક્પણા પર શંકા (સંદેહ) કરવાનું શરૂ કરતો થાય છે. એક નિ:શંક નાસ્તિક લગભગ અશક્ય છે! એટલે કે તમે ક્યારેય નિષ્ઠાવાન અને શંકા વગરના થઇને નાસ્તિક બની શકો નહીં.
જ્યારે નાસ્તિક વ્યક્તિને પોતાની અજ્ઞાનતાનું ભાન થાય છે, ત્યારે તે શું કરે છે? તે ક્યાં જાય છે? શું તે ગુરુ પાસે જાય છે? ગુરુ તેની સાથે કેવો વ્યવહાર કરે છે? (આવતા સપ્તાહના જ્ઞાનની પ્રતીક્ષા કરો!).
ગૂરુજી ઇંડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાઇન્સ, બેંગલૉર, કે જે ભારતની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા છે તેના પ્રમુખ વિજ્ઞાનીઓ અને સંશોધકોને બંધ પ્રેક્ષકગૃહમાં સંબોધે છે જ્યાં તેમણે "વિજ્ઞાનને માનવતા સાથે જોડો" જેવા સુત્રની શરૂઆત કરનાર વિધ્યાર્થીઓની પ્રશંશા કરી. ડૉ. અબ્દુલ કલામ, મુખ્યમંત્રીના સલાહકાર, તેમણે ગુરુજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.મોઝાંબીક, આફ્રિકા, એ "આર્ટ ઓફ લિવિંગ" સાથે જોડાનાર એ એક્સો ને નવમો દેશ છે.