શું તમે સૂર્ય નમસ્કરના શરુઆતી છો? તમે સૂર્ય નમસ્કાર વિષે બધુ જાણવા ઉત્સુક હશો. કેવી રીતે કરવા, ક્યારે અભ્યાસ કરવો, કેટલા રાઉંડ કરવા ઍક વખતે. જ્યારે આપણે કોઈ પણ યોગાસનનો અભ્યાસ કરીઍ છે, તો સહજ છે કે શરૂઆતમા આપણે પ્રોત્સાહિત હોઇઍ, તો પણ ઍ મહત્વનુ છે કે સૂર્યનમસ્કાર સાચી રીતે કરીઍ અને મહત્વના સત્યો જાણી લાઇઍ શ્રેષ્ઠ પરિણામો માટે. અહીં યાદી છે સૂર્યનમસ્કાર શરૂ કરનારાઓ માટે 'જાણવા જેવા' સત્યોની.
#1 સુર્ય નમસ્કાર શા માટે કરવા? આ પહેલો પ્રશ્ન હોઈ શકે છે જે મોટ ભાગે આપણે આવી શકે છે. બે કારણો માટે સૂર્ય નમસ્કાર મહત્વના છે. પહેલુ, તે આખા શરીર માટે મહત્વનુ વર્ક આઉટ હોઈ શકે છે. - સ્ટ્રેચિંગ, સ્નયુઓને મજબૂત બનાવવા અને ફ્લેક્સિબલ (લચકિલા) બનાવવા, વજન ઉતારવા માટે ઉત્તમ કસરત છે, ધ્યાનમા જવા માટે. બીજુ, સૂર્યનમસ્કાર આપણે ટૅક આપે છે સૂર્યને કૃતજ્ઞ થવા માટે. જેના વગર પૃથ્વી પર જીવન શક્ય નથી.
#2 સૂર્ય નમસ્કાર કરવાનો ઉત્તમ સમય ? વહેલી સવારે સૂર્યોદય વખતે સૂર્યનમસ્કાર કરવા ઍ સારો વિચાર છે, ખાલી પેટે.
#3 શું હું સુર્ય નમસ્કાર સાંજે કરી શકું? હા તમે સૂર્ય નમસ્કાર સૂર્યોદય અને સુર્યાસ્ત વખતે કરી શકો. જ્યારે ચંદ્ર દેખાય છે તમે ચંદ્ર નમસ્કાર નો અભ્યાસ કરી શકો છો. ચંદ્ર નમસ્કાર જેમા ઍક વધારાનો યોગા આસાન છે સૂર્ય નમસ્કાર ની હરોળમા.
#4 હું સૂર્ય નમસ્કાર ક્યાં કરુ? જગ્યા અને અભ્યાસમા કોઈ રોકટોક નથી. પણ તમે તમારા યોગને વધારે માણી શકો છો બહાર અથવા હવાની અવર જવર વાળા રૂમમા કુદરતને જોતા.
#5 તમારા શરીરની મર્યાદનો આદર કરો; વધારે પડતી ખેંચતાણ ન કરો. શરૂઆતી તરીકે તમે લલચાઈ શકો છો તમારા યોગ શિક્ષકની જેમ અથવા તમારા સાથી અભ્યાસીની જેમ કરવા માટે. પણ યાદ રાખો,દરેકના શરીરની અલગ ક્ષમતા છે અલગ લચક(ફ્લેક્સિબિલિટી) છે. કોઈની સાથે હરીફાઈ ના કરવી. જેટલુ તમારુ શરીર અને તમે લઈ શકો ઍટલુજ કરો.
#6 સૂર્ય નમસ્કાર કરવા માટે આદર્શ સંખ્યા કઈ છે? સૂર્ય નમસ્કાર ના ૧૨ રાઉંડ કરવા આદર્શ છે રોજ. (ઍક સેટમા બે રાઉંડ છે-છ જમણા પગ સાથે, છ ડાબા પગ સાથે) શરૂઆતી તરીકે આ યોગાભ્યાસ માટે, તમે શરૂ કરી શકો છો, બે થી ચાર રાઉંડ સાથે અન ધીમે ધીમે વધારી શકો છો. જેટલા પણ વધારે કરી શકો ઍટલા.
આદર્શ રીતે, અભ્યાસ જોડી મા થાય છે. ઍ ખાતરી કરે છે કે શરીરની બંને બાજુ ઉપયોગમા આવે.
#7 ફક્ત સૂર્ય નમસ્કાર પૂરતા નથી; બીજા યોગાસન ની સાથે તેને ભેગા કરવા. તેમ છતા સૂર્ય નમસ્કાર પૂર્ણ શરીર માટેનો અભ્યાસ છે, પણ અમુક તીવ્ર યોગાસનો જોડવાથી પૂર્ણ તંદુરસ્તીના અનુભવ માટે.
#8 સૂર્ય નમસ્કાર માટે કાઇ ઝડપ અનુસરવી? સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરો અલગ અલગ ઝડપે.(ધીમી, મધ્યમ અને ઝડપી) અલગ અસરો આપી શકે છે. અગર ધીમી ગતિ થી કરવામા આવે તો ટી મદદ કરી શકે છે શરીરના સ્નયુઓને મજબૂત બનાવવા અને દ્રઢતા આપવા. શ્વાસને અસરકારક રીતે વાપરો ધીમી ગતિમા જેથી શરીર શ્વાસ અને મન સંવાદિતતામા આવે અને પૂર્ણ ધ્યનનો અનુભવ થઈ શકે. થોડા રાઉંડ ઝડપી સૂર્ય નમસ્કાર હ્રદય માટે મહત્વનો અભ્યાસ હોઈ શકે છે. અગર તમે સૂર્ય નમસ્કાર શરૂઆતી (વૉર્મ અપ) કસરત તરીકે કરો છો, તો સૂર્ય નમસ્કાર ઝડપથી કરો. પણ જો સૂર્ય નમસ્કાર પૂરા યોગાસનના પેકેજમા સમાવેલા હોય તો, ધીમેથી અથવા મધ્યમ ગતિઍ કરો.
#9 સૂર્ય નમસ્કાર કોઇની દેખરેખમા શીખો. જેમકે બીજા કોઈ પણ યોગાસનનો અભ્યાસ. ઍ મહત્વનુ છે કે સૂર્ય નમસ્કાર અનુભવી અને પ્રશિક્ષિત યોગ શિક્ષકની દેખરેખમા શીખવા.
#10 અગર તમને પીઠમા સમસ્યા હોય તો તબીબની સલાહ લો. અગર તમને સતત પીઠમા દુખાવો છે, શરીરમા કોઈ બીજો દુખાવો છે અથવા કોઈ તીવ્ર શારીરિક સમસ્યા છે ઍ સલાહભર્યુ છે ક તબીબની સલાહ લેવી શરૂ કરતા પહેલા.
#11 તમારા યોગાભ્યાસને નિયમિત અને પ્રતિબધ્ધ રહો. ઉત્તમ પરિણામ માટે ખાતરી કરો કે તમે સૂર્ય નમસ્કાર નિયમિત કરો. તો જ તમે તેના ફાયદાઓ અનુભવ કરી શકશો. ખૂબ અનુભવી શ્રી શ્રી યોગા શિક્ષક ક્રિશન વર્મા કહે છે " કોઈક વખત ઍક કલાક કરવા કરતા રોજ ૨૦ મિનિટ કરવુ સારુ છે..”
તમારી નજીકના થતો આર્ટ ઓફ લિવિંગ યોગ કોર્સ શોધો અને આર્ટ ઓફ લિવિંગ યોગા શિક્ષકથી સૂર્ય નમસ્કાર ખરી રીતે કરવાનો શીખો, તમારા પ્રશ્નો અને પૂછપરછ info@srisriyoga.in. પર મોકલો. તમને તમારા યોગાભ્યાસ માટે અમે ચોક્કસ મદદ કરીશુ.
આ લેખ વરિષ્ટ શ્રી શ્રી યોગા શિક્ષકોની આપેલ માહિતી પર આધારિત છે. દિનેશ કશિકાર અને ક્રિશન વર્મા. (યોગ શિરોમણી અને યોગાચાર્ય).