જો ખુશ થવાનું ને રહેવાનું જિમમાં જઈને ઊઠકબેઠક કરીને સ્નાયુઓને કેળવવા જેટલું કે પછી ટ્રેડમીલ પર દોડવા કે વજન ઉંચકવા જેટલું સરળ હોત તો? પોતાને કોઇ તાલિમ દ્વારા આખો દિવસ ખુશ ખુશ રહેવાનું શીખવી શકાય ખરું? અને આ કાયમી ખુશીનો સ્ત્રોત આંખો બંધ રાખીને મેળવી શકતા હોત તો? તો જાણી લો કે તે ખુશી અને ઉત્સાહનો અખુટ સ્ત્રોત છે ધ્યાન. ધ્યાન એ તમારી અંદર ગહન ડુબકી લગાવવાની કળા છે જેને સવારની દિનચર્યામાં ઉમેરવાથી આપણે દિવસભર માટે આનંદ અને શાંતિ સાથે હસતા રહેવાની શક્તિ મેળવી શકીએ છીએ.
આખો દિવસ આસપાસ ઘણું બધું બન્યા કરતું હોવાથી,સવાર જ ધ્યાન કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે.
કોમલ કપુર એક યુવા વ્યવસાયી છે અને એક " સ્વીટ મ્યૂજ઼િંગ અન લિટ્લ બાઇટ્સ" ની બેંગલોર, ભારતમાં આવેલ બેકરીની માલિક છે, તે કહે છે "હું જ્યારે સવારે ધ્યાન કરીને દિવસની શરૂઆત કરુંં છું ત્યારે હું બહુ થોડા સમયમાં મારા કામ પૂરા કરી શકું છું. હું દિવસ દરમ્યાન ખુબ જ શાંત અને હળવી રહું છું." સવારના ધ્યાનના આવા જ અનુભવોને ઘણા બધા લોકો સ્પષ્ટ મન, આંતરિક શાંતિ અને વધુ ખુશી સાથેની દિવસભરની સ્થિતિ માટેની ચાવી તરીકે ગણાવે છે.
અહીં નિયમિત સવારે ધ્યાન કરવાના કેટલાંક સૂચનો જણાવેલ છે:
1. ધ્યાન કરવાની એક ખાસ જગ્યા ફક્ત ધ્યાન કરવા માટે તૈયાર કરો.
ત્યાં સુંદર ચિત્રો વગેરે ગોઠવી સુંદર સજાવટ કરો. નજીકના ટેબલ પર તમારી મનગમતી સુગંધના છોડ કે ફુલ ગોઠવો તે રૂમમાં આછો પીળો, વાદળી કે લીલો રંગ કરાવો. આરામદાયક ખુરશી કે સોફા - તકિયા, સાથે ગોઠવો અને ખભા પર રાખવા એક હળવી શાલ રાખો.
2. સવારના ધ્યાન બાદ જ નાસ્તો કરો.
સવારના ધ્યાન કરતાં પહેલાં ખાવાનું ટાળો,કેમ કે ભરેલા પેટે તમને આળસ અને કંટાળો આવશે.
3. સવારની શરૂઆત ચાલવાથી કરો
કુદરત સાથે રહેવાથી આપણે જીવનના સ્ત્રોત સાથે ફરી જોડાઈ શકીયે છીએ. ધ્યાનમાં બેસતાં પહેલા સવારના ચાલીને શુદ્ધ હવા અને ઘાસ પરના ઝાકળના સ્પર્શનો અનુભવ કરીએ. તે આપણને સવારની શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરાવે છે.
4. સવારની કસરત (વ્યાયામ) ધ્યાન પહેલા કરો
જો તમે સવારે નિયમિત દોડતા હો અથવા વ્યાયામ કરતા હો તો તે પહેલા કરો અને પછી ધ્યાન કરવા બેસો. ધ્યાન તમારા શરીરને હળવું કરવામાં અને મનની સરળતા લાવવાનું કામ ઍક સાથે કરે છે.
5. ધ્યાન પહેલ આરામદાયક યોગના આસનો કરી તૈયાર થાવ.
સવારના ચાલવા તથા વ્યાયામ બાદ યોગના આસનો શરીરને હળવું કરે છે અને સ્નાયુઓને કેળવે છે. આ સાથે ઘણા હળવા યોગ ના આસનો બતાવ્યા છે જે તમે કરી શકો.
સૂર્ય નમસ્કાર
સૂર્ય નમસ્કારમાં ઘણા બધાં આસનો ઍકબીજા સાથે જોડાયેલા છે, જે સૂર્ય તરફની કૃતજ્ઞતા દર્શાવે છે, કે જેના થકી આ ધરતી ઉપર જીવન સંભવિત બન્યુ છે. ઍક સાથે કૃતજ્ઞતા દર્શાવવાનો તથા શરીરને તંદુરસ્ત અને મનને શાંત રાખવાનો આનાથી સારો ઉપાય શું હોઈ શકે? સૂર્યનમસ્કાર સવારના યોગ માટેની સુંદર શરૂઆત છે.
"હાહ્આ" ના શ્વાસ
પગને ખભાની સમાંતર ખુલ્લા રાખો. બંને હાથ નીચે શરીર સાથે રાખો. ધીરેથી ઉંડા શ્વાસ લેતા બંને હાથને ડાબી બાજુ લઈ જાવ. હવે બંને હાથે જમણી બાજુ ફંગોળતા શ્વાસ બહાર કાઢતા કાઢતા મોટેથી "હાહઆ" બોલો. ઍજ રીતે સૂચના મુજબ દિશા બદલતા ડાબી તરફ "હાહઆ" બોલતા શ્વાસ છોડૉ.
જીવનના શ્વાસ
બંને પગને ખભાને સમાંતર ખુલ્લા રાખો. શ્વાસ લેતા લેતા બંને હાથને પહોળા કરો હથેળી આકાશ તરફ ખુલ્લી. હવે શ્વાસ છોડો. ધીરે ધીરે મસ્તક્ને અને હાથને પાછળ લઈ જાઓ અને ઉંડા શ્વાસ લેતા લેતા ઉપર જુઓ. હવે શ્વાસ છોડતા છોડતા મસ્તક્ને છાતી તરફ નમાવો અને બંને હાથે તમારી જાતને ભેટો. ફરી શ્વાસ લો અને જીવનના શ્વાસ બે ત્રણ વખત લો.
યોગના આ આસનથી શરીરનું સમતોલન સુધરે છે અન રૉગ પ્રતિકારક શક્તિ વધે છે. તેનાથી પવિત્રતા, હિમ્મત, પ્રભાવ અને અને શાંતિ મળે છે.

યોગના આ આસનથી માનસિક અને શારીરિક સમતુલતા વધે છે. તેનાથી પાચનશક્તિ સુધરે છે અને અસ્વસ્થતા ઓછી થાય છે..

આ આસન થી વાંસાના નીચેના ભાગને, ઘુંટણની પાછળના ભાગને, અને નિતંબને કસરત થાય છે. તે પેટના સ્નાયુઓને મસાજ કરી સુદ્રઢ બનાવે છે.

આ આસન કરોડરજ્જુને મરોડડાર બનાવે છે. અને તે છાતીને ખોલે છે અને ફેફસામાં ઓક્સિજનના પૂરવઠાને વધારે છે.
યોગનિદ્રા
યોગી જેવી નીદ્રાનો અનુભવ કરવા પીઠ પર સૂઈ જાવ. તમારી જાતને હળવી થવા દો. અને યોગના આસનો કર્યા પછી આંખો બંધ રાખી આરામ કરો. કદાચ તમે ગાઢ નીદ્રામાં પણ જઈ શકો.
6. ધ્યાનમાં બેસતા પહેલાં તમારા શરીર અને મનને પ્રાણાયામથી ચેતનવંતુ કરો.
સંસ્કૃતમાં પ્રાણાયમનો અર્થ થાય છે "જીવનશક્તિનો વિસ્તાર" (વિકાસ). ધ્યાન કરતાં પહેલા પ્રાણાયામની ઍક બે પ્રક્રિયા શરીર અને મનને તરોતાજા અને સ્થિર કરવાની અદભૂત રીત છે.
7.જ્યારે તમે ધ્યાન કરવા માટે તૈયાર થઈ જાવ , ત્યારે તમારી ધ્યાન કરવાની ખાસ જગ્યાએ આરામથી બેસો
માર્ગદર્શિત ધ્યાન માટે અહીં " ક્લીક" કરો..
8.ધ્યાન બાદ, થોડો સમય તમારી જાતને શાંતિ માટેનો થોડો સમય આપો.
ત્યાર બાદ જ દિવસભરની પ્રવૃત્તિઓ શરૂ કરો. ઍ જાણીને ખુશ રહો કે તમે આંતરીક શાંતિ અને સુખને મજબૂત કરવાનું પગલું ભર્યું છે.
નિયમિત ધ્યાનનો અભ્યાસ મનને શાંત કરે છે. કાર્યશક્તિ અને આત્મવિશ્વાસ વધારે છે. તો ચાલો તમારી જાતને રોજ થોડો સમય, પોતાની સાથે શાંત થવા માટે આપીએ અને દિવસભર કાર્યરત રહીએ.
આર્ટ ઓફ લિવિંગ યોગ શિબિરની
નિયમિત યોગ કરવાથી શરીર અને મનને તંદુરસ્તી મળે છે. પરંતુ તે દવાની અવેજીમાં નથી. યોગના આસનો સુશિક્ષિત આર્ટ ઓફ લિવિંગ યોગ ના પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ જ કરવા જરૂરી છે. કોઈ શારીરિક તકલીફ હોય તો ડૉક્ટર અને શ્રી શ્રી યોગના શિક્ષકની સલાહ લીધા બાદ જ યોગના આસનો કરવા. તમારી નજીકના આર્ટ ઓફ લિવિંગ યોગ શિબિરની જાણકારી મેળવો. નજીકના આર્ટ ઓફ લિવિંગના કેન્દ્ર માં થતી. તમને કાર્યક્રમની માહિતી જોઈએ છે કે તમારો અનુભવ જણાવવો છે? તો અમને info@artoflivingyoga.in પર લખો.